Not Set/ VIDEO : મિ.360એ પકડ્યો શાનદાર કેચ, બાદમાં ક્રિકેટ ફ્રેન્ડસે ડિવિલિયર્સને ગણાવ્યો સુપરમેન, જુઓ

બેંગલુરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો હતો. RCB દ્વારા આપવામાં આવેલા ૨૧૯ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૦૪ રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરે ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કરી […]

Sports Videos
DEFSDG VIDEO : મિ.360એ પકડ્યો શાનદાર કેચ, બાદમાં ક્રિકેટ ફ્રેન્ડસે ડિવિલિયર્સને ગણાવ્યો સુપરમેન, જુઓ
બેંગલુરુ,
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો હતો.
RCB દ્વારા આપવામાં આવેલા ૨૧૯ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૨૦૪ રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરે ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કરી પ્લેઓફ માં પ્રવેશવાની આશા હજી જીવંત રાખી છે.

બેંગ્લોરના શાનદાર વિજયમાં એ બી ડિવિલિયર્સે માત્ર ૩૯ બોલમાં ૧૨ ચોક્કા અને ૧ સિક્સર સાથે ૬૯ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.
પરંતુ પ્રથમ ઇનિંગ્સ બાદ ફિલ્ડિંગ માં ઉતરેલા એ બી ડિવિલિયર્સે પકડેલા અસંભવિત કેચના કારણે ક્રિકેટ ફ્રેન્ડસે મિ.360ને સુપર હીરો ગણાવ્યો હતો. તમે આ વીડિયો માં જોઈ શકો છો ડિવિલિયર્સનો આ શાનદાર કેચ.

 હકીકતમાં માં 219 રનનો વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદ ના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સે સ્પિન બોલર મોઇન અલી ના એક બોલ પર સિકસર મારવા જતા એક શોટ ફટકાર્યો હતો. એક તબક્કે જોતા આ બોલ ગ્રાઉન્ડ ક્લિયર કરી રહ્યો હતો પરંતુ બ્રાઉન્ડરી પર ફિલ્ડિંગ કરી રહેલા મિ. 360એ હવામાં ડાઇવ લગાવતા સિંગલ હેન્ડેડ કેચ પકડયો હતો.

 ડિવિલિયર્સનો આ કેચ જોતા કેપ્ટન વિરાટ કોહલી સહિત ગ્રાઉન્ડ માં ઉપસ્થિત તમામ અચંબિત થઈ ગયા હતા. અને ત્યારબાદ ક્રિકેટ ફ્રેન્ડસે એ બી ડિવિલિયર્સને સુપરહીરો ગણાવ્યો હતો..