Not Set/ ગુજરાત બાદ MPમાં પણ કોરોનાનો કહેર, ભોપાલ-ઈન્દોરમાં કાલથી નાઈટ કર્ફ્યુ, આ શહેરોમાં રાત્રે 10 બાદ પ્રતિબંધ

સમગ્ર દેશના કોરોનાના વધી રહેલા આંકડાએ વિવિધ રાજ્યોની સરકારને દોડતી કરી મુકી છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે ત્યારે વધુ એક રાજ્ય સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.ગુજરાત, મહારાષ્ટ્ર ,

Top Stories India
ShivrajSinghChouhan ગુજરાત બાદ MPમાં પણ કોરોનાનો કહેર, ભોપાલ-ઈન્દોરમાં કાલથી નાઈટ કર્ફ્યુ, આ શહેરોમાં રાત્રે 10 બાદ પ્રતિબંધ

સમગ્ર દેશના કોરોનાના વધી રહેલા આંકડાએ વિવિધ રાજ્યોની સરકારને દોડતી કરી મુકી છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે ત્યારે વધુ એક રાજ્ય સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો છે.ગુજરાત, મહારાષ્ટ્ર , રાજસ્થાન અને પંજાબ બાદ હવે મધ્યપ્રદેશ પર કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનાના બધા જતા આંકડાને લઈને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ સરકાર સફાળી જાગી ગઈ છે. તેમજ ભોપાલ અને ઇન્દોરમાં ફરીથી નાઈટ કર્ફ્યુ માટે નિર્ણય જાહેર કર્યો છે.આ સાથે પ્રદેશના આઠ શહેરો જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુમરહાનપુર. બૈતૂલ અને ખરગોનમાં રાત્રે 10 કલાક બાદ બજારો બંધ રહેશે. 

After Gujarat, MP and Rajasthan, this state clamps night curfew in 4  districts; schools shut till Dec 31 | India News | Zee News

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણ કેબિનેટે બેઠક બાદ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. બેઠકમાં ભોપાલ અને ઈન્દોરમાં ફરીથી નાઇટ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સાથે મહારાષ્ટ્રથી આવનાર યાત્રીકોનું થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે. સાથે ત્યાંના યાત્રીકો માટે સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન જરૂરી છે. ભોપાલ-ઈન્દોરમાં નિયમો વધુ કડક કરવામાં આવશે. સીએમે સવારે કહ્યુ હતુ કે, આજે કડક નિર્ણય લેવાશે. સીએમે લોકોને અપીલ કરી કે તમે કોવિડ નિયમોનું પાલન જરૂર કરો કારણ કે એમપીમાં બેદરકારીને કારણે કેસ વધી રહ્યાં છે. આ સાથે ભોપાલમાં તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Madhya Pradesh news: Night curfew comes into effect in 5 MP districts |  India News - Times of India

કોરોનાના બીજા રાઉન્ડમાં સૌથી વધુ ભોપાલ-ઈન્દોરથી કેસ મળી રહ્યાં છે. હકીકતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણ સતત અધિકારીઓ સાથે સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે બધા જિલ્લાના કલેક્ટર ક્રાઇસિસ મેનેજમેન્ટ ટીમ સાથે બેઠક કરી રહ્યા છે અને તંત્રનો પોતાનો રિપોર્ટ આપી રહ્યાં છે. ત્રણ દિવસથી ઈન્દોર અને ભોપાલમાં કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ શહેરોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ રહેશે નહીં પરંતુ બજાર ફરજીયાત બંધ રહેશે. જો કેસ વધશે તો નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે એમપીમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે પ્રથમવાર આ વર્ષે આઠસો કેસ સામે આવ્યા હતા. ઇન્દોરમાં 267 તો ભોપાલમાં 199 સંક્રમિતો મળ્યા હતા. ત્યારબાદ શિવરાજ સરકારની ચિંતામાં વધારો થયો હતો.

Night curfew comes into effect in 5 MP districts

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…