Cricket/ કેન વિલિયમસન બાદ ન્યૂઝીલેન્ડનો વધુ એક ખેલાડી T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ નહી રમે

ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન બાદ અન્ય એક ખેલાડીએ ભારતીય ટીમ સામે T20 સીરીઝ માટે ટીમમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. ફાસ્ટ બોલર કાયલ જેમિસન T20 ટીમમાંથી ખસી ગયો છે.

Sports
કાયલ જેમિસન

ન્યૂઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસન બાદ અન્ય એક ખેલાડીએ ભારતીય ટીમ સામે T20 સીરીઝ માટે ટીમમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. ફાસ્ટ બોલર કાયલ જેમિસન T20 ટીમમાંથી ખસી ગયો છે. આ પહેલા કેપ્ટન કેન વિલિયમ્સન પણ T20 સીરીઝમાંથી ખસી ગયો હતો.

આ પણ વાંચો – Cricket / શું Team India પણ ઈંગ્લેન્ડ ટીમની કરશે Copy? ત્રણેય ફોર્મેટમાં હશે અલગ-અલગ કેપ્ટન? દ્રવિડે આપ્યો આ જવાબ

ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો આજથી ત્રણ મેચની T20 સીરીઝ (IND vs NZ) શરૂ કરશે અને ત્યાર બાદ બન્ને ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે. સતત ક્રિકેટ રમવાના કારણે બન્ને ટીમનાં ઘણા ખેલાડીઓએ બ્રેક લેવાનું નક્કી કર્યું છે અને કેન વિલિયમસન બાદ આ કડીમાં ન્યૂઝીલેન્ડનાં ફાસ્ટ બોલર કાયલ જેમિસનનું નામ સામેલ થયું છે. કાયલ જેમિસને ટેસ્ટ સીરીઝની તૈયારી માટે T20I સીરીઝમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા મંગળવારે કોચે કહ્યું હતું કે, કેપ્ટન કેન વિલિયમસન T20 સીરીઝમાં આરામ કરશે. તે ભારત સામે બે ટેસ્ટ મેચની સીરીઝમાં રમશે અને હવે કાયલ જેમિસને પણ પોતાનુ નામ હટાવી ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. રવિવારે T20 વર્લ્ડકપની ફાઈનલ રમ્યા બાદ કિવી ટીમ તુરંત જ ભારત આવી ગઈ છે અને આ કારણોસર તેણે ખેલાડીઓનાં વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને T20 સીરીઝમાંથી કેટલાક મુખ્ય ખેલાડીઓને આરામ આપવાની વાત કરી છે. જેમિસન IPLનાં બીજા તબક્કા અને T20 વર્લ્ડકપમાં પણ સામેલ હતો. વધુ ક્રિકેટ રમ્યો હોવાના કારણે તેને T20 સીરીઝમાં આરામ આપવામા આવ્યો છે.

આ પણ વાંચો – Cricket / પાકિસ્તાનમાં યોજાશે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી, બે દાયકા બાદ મળી ICC ટૂર્નામેન્ટની યજમાની

ઉલ્લેખનીય છે કે, કેન વિલિયમસન ન્યૂઝીલેન્ડનાં ટેસ્ટ ખેલાડીઓ સાથે જોડાશે અને તેમની ટ્રેનિંગ શરૂ કરશે. વળી, ટિમ સાઉથી T20માં ટીમની કેપ્ટનશીપ સંભાળશે અને 21 નવેમ્બર પછી ટેસ્ટ ટીમ સાથે જોડાશે. સાઉથી ઉપરાંત કાયલ જેમિસન, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનર T20 અને ટેસ્ટ બન્ને ટીમમાં સામેલ છે. આ તમામ ખેલાડીઓ 21 નવેમ્બર પછી ટેસ્ટ ટીમ સાથે જોડાશે. સાથે જ T20 ટીમમાં ન હોય તેવા કિવી ખેલાડીઓ પણ ટેસ્ટની તૈયારી ચાલુ રાખશે. લોકી ફર્ગ્યુસન તેની ઈજામાંથી લગભગ સાજો થઈ ગયો છે અને તેને T20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.