Not Set/ સેમ બિલિંગ્સ બાદ કેપ્ટન મોર્ગન બીજી વન-ડે થી બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પુણેમાં વન-ડે સિરીઝની બીજી મેચ રમાવાની છે. જ્યા ભારત 2-0 થી લીડ મેળવી સિરીઝ પર કબ્ઝો કરવા મેદાને ઉતરશે.

Sports
ગરમી 174 સેમ બિલિંગ્સ બાદ કેપ્ટન મોર્ગન બીજી વન-ડે થી બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે પુણેમાં વન-ડે સિરીઝની બીજી મેચ રમાવાની છે. જ્યા ભારત 2-0 થી લીડ મેળવી સિરીઝ પર કબ્ઝો કરવા મેદાને ઉતરશે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 1-1 થી સિરીઝમાં બરોબરી કરવા ઉતરશે. આ વચ્ચે ઈંગ્લેન્ડની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

ગરમી 175 સેમ બિલિંગ્સ બાદ કેપ્ટન મોર્ગન બીજી વન-ડે થી બહાર

પ્રતિભાની કમી નહીં / ભારતની પાસે કોઇ મશીન છે કે આટલા ટેલેન્ટેડ ખિલાડીઓ આવી રહ્યા છે? જાણો કયા પાકિસ્તાની ખેલાડીએ આવું કહ્યું

આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની ટીમનાં કેપ્ટન ઇઓન મોર્ગન હાથની ઈજાને કારણે ભારત સાથે ત્રણ મેચની વનડે સિરીઝની બાકીની બે મેચ રમી શકશે નહીં. મોર્ગન સિવાય, સેમ બિલિંગ્સ પણ શુક્રવારે બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. તેની ત્રીજી મેચ અંગે નિર્ણય પછી લેવામાં આવશે. જણાવી દઇએ કે, મંગળવારે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે બિલિંગ્સને ઈજા પહોંચી હતી.

ગરમી 176 સેમ બિલિંગ્સ બાદ કેપ્ટન મોર્ગન બીજી વન-ડે થી બહાર

મોર્ગનની ગેરહાજરીમાં, જોસ બટલર ટીમની કેપ્ટનશીપ સંભાળશે, જ્યારે લિયામ લિવિંગસ્ટોન શુક્રવારે ડેબ્યૂ કરશે. મંગળવારે પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે મોર્ગનને ઈજા પહોંચી હતી. તેની બે આંગળીઓ વચ્ચે કટ થઇ ગયો છે અને તેને ચાર ટાંકાઓ પણ લેવા પડ્યા હતા. મોર્ગન ગુરુવારે પ્રેક્ટિસ માટે આવ્યો હતો પરંતુ બાદમાં તેણે મેચ માટે પોતાને અયોગ્ય જાહેર કરી દીધો હતો.

ગરમી 177 સેમ બિલિંગ્સ બાદ કેપ્ટન મોર્ગન બીજી વન-ડે થી બહાર

IND vs ENG / IPL-T20 વર્લ્ડ કપને લઇને બેયરસ્ટોએ આપ્યુ એવુ નિવેદન, ભારતીય ખેલાડી રહે સાવધાન

મોર્ગનનાં બહાર નીકળ્યા પછી હવે નજર જોસ બટલર પર રહેશે અને તે જોવું રસપ્રદ રહેશે કે તે તેની કેપ્ટનશીપથી કોઇ કમાલ બતાવવામાં સક્ષમ છે કે નહીં. જો બટલરનો જાદુ ચાલે છે તો ઈંગ્લેન્ડની ટીમ વન-ડે સિરીજમાં પણ વાપસી કરી શકે છે, પરંતુ આ માટે બાકીનાં ખેલાડીઓએ સમાન ફાળો આપવો પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ