Not Set/ PNB મહાગોટાળા બાદ વધુ એક બેંકનું કૌભાંડ આવ્યું સામે, CBIએ નોંધ્યો કેસ

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના કૌભાંડ પછી હવે એક નવું કૌભાડ સામે આવ્યું છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો ૩૯૦ કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવતા સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો છે. ગુરુવારે સીબીઆઈએ કરોલબાગ સ્થિત દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ બેંક વિરુધ કેસ ફાઈલ કર્યો છે. આ કંપનીએ ઓબીસીની ગ્રેટર કૈલાશ-૨ બ્રાંચમાં ૨૦૦૭માં ફોરેન […]

Top Stories
422963 obc 20180224030705 PNB મહાગોટાળા બાદ વધુ એક બેંકનું કૌભાંડ આવ્યું સામે, CBIએ નોંધ્યો કેસ

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયાના કૌભાંડ પછી હવે એક નવું કૌભાડ સામે આવ્યું છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સનો ૩૯૦ કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવતા સીબીઆઈએ આ મામલે કેસ નોંધ્યો છે.

ગુરુવારે સીબીઆઈએ કરોલબાગ સ્થિત દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ બેંક વિરુધ કેસ ફાઈલ કર્યો છે. આ કંપનીએ ઓબીસીની ગ્રેટર કૈલાશ-૨ બ્રાંચમાં ૨૦૦૭માં ફોરેન લેટર ઓફ ક્રેડિટ, ફોરેન પ્રાપ્ત કર્યા બાદ કેટલાય પ્રકારની લોન લીધી હતી અને બેંકને પૈસા નહિ ચુકવણીમાં લાપરવાહી કરવામાં આવી. આ કંપનીનું સંચાલન સભ્ય શેઠ અને રીટા શેઠના હાથમાં છે. જે પંજાબી બાગના રહેવાસી છે.

આ સિવાય કૃષ્ણ કુમાર સિંહ અને રવિ કુમાર સિંહ પણ આ કંપની સાથે જોડાયેલા છે, જે સરાય કાલે ખાંના નિવાસી છે. આ બધા નામ સીબીઆઈએ પોતાની એફઆઈઆર નોંધ્યા છે. મહત્વની વાતએ છે, કે બેંકે ૩૧ માર્ચ ૨૦૧૪માં કંપનીએ NPAના લીસ્ટમાં દાખલ કર્યું હતું. પરંતુ આ પછી પણ આ ખેલ ચાલુ જ રહ્યો. NPAની લીસ્ટમાં આવ્યા પછી પણ આ કંપનીને કરોડો રૂપિયા મળતા રહ્યા.

બેંકે પોતાની તપાસ બાદ દાવો કર્યો હતો કે સભ્ય શેઠ અને કંપનીના ડાયરેક્ટર્સને છેલ્લા દસ મહિનાથી તેમના ઘરે જોવા જ નથી મળ્યા. બેન્કે પોતાની તપાસમાં શંકા વ્યક્ત કરતા કહ્યું કે, સભ્ય શેઠ પણ નિરવ મોદી અને વિજય માલ્યાની જેમ ભારતમાંથી ભાગી ગયા છે. પંજાબ નેશનલ બેંકના મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ  કોઈ અતોપતો હાથ જડ્યો નથી.

સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દિલ્હી સ્થિત દ્વારકાની મેમ્રસ દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને દ્વારકા દાસ શેઠ સેજ ઇન્કોર્પોરેશન નામની કંપની વિરુધ્ધ કેસ નોંધ્યો છે. આ કંપની કરોલબાગ સ્થિત છે. આ મામલે CBIએ કેસ નોંધ્યો છે. આ કંપનીના માલિક સભ્ય શેઠ અને રીટા શેઠ, કૃષ્ણ કુમાર સિંહ, રવિ કુમાર અને કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ છે. આ કંપની ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર જવેલરીના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડીંગનું કામ કરે છે.