અમદાવાદ/ પંજાબ બાદ હવે ‘આપ’નું ટાર્ગેટ છે ગુજરાત, કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની લીધી મુલાકાત

અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે. આ દરમિયાન, ગાંધી આશ્રમમાં બાપુના ફોટાને સૂતરની આંટી ચઢાવી હતી.

Top Stories Ahmedabad Gujarat
કેજરીવાલ

પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર રહેશે. આ સમયે તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હશે. આ દરમિયાન, ગાંધી આશ્રમમાં બાપુના ફોટાને સૂતરની આંટી ચઢાવી હતી. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

ગાંધી આશ્રમમાં રસોઈ ઘરની લીધી મુલાકાત લીધી હતી. ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ બન્ને મુખ્યપ્રધાને ગાંધીજીનો ચરખો ચલાવ્યો હતો. આ આપના કાર્યક્રમમાં સુરતથી અમદાવાદ 6 બસ ભરીને કાર્યકરો આવ્યા હતા. ગાંધી આશ્રમમાં ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બન્ને મુખ્યપ્રધાનોએ બુકમાં સંદેશો લખ્યો છે. ગાંધી આશ્રમ દ્વારા અરવિંદ કેજરીવાલને ચરખો અને અન્ય વસ્તુ આપવામાં આવી ભગવંત માનને પણ ફોટો અને ચરખો આપ્યો છે. ભગવંત માને કહ્યું કે ગાંધી આશ્રમ આવી ખુબજ સારું લાગ્યું જે દેશમાં ગાંધી જન્મ્યા તે દેશમાં જમ્યો છું. CM બન્યા બાદ પ્રથમ વખત આવ્યો છું.

વાસ્તવમાં પંજાબમાં ઐતિહાસિક જીત નોંધાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં પ્રવેશનો રસ્તો ખોલવાની તૈયારી કરી રહી છે. આ વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થવાની છે. આ માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી મોડલ પંજાબ અપનાવવામાં આવી રહ્યું છે અને હવે પંજાબ દ્વારા AAP સમગ્ર દેશમાં ફેલાવવા માંગે છે.

આ પણ વાંચો :કોંગ્રેસના ધરણાં સમયે કોર્પોરેટર રચનાબેને ખાધી ઘેનની દવા,જાણો કેવી છે હાલત

આ પણ વાંચો :શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો, પછી વાલીઓએ કર્યું એવું કે….

આ પણ વાંચો :પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો :લીંબડીમાં યોજાયેલા લોક દરબારમાં CCTV કેમેરા, દારૂ બંધી, સુરક્ષા સહિતની માંગ કરાઈ