Lok Sabha Elections 2024/ રાહુલ ગાંધી પછી લોકોની પસંદ પ્રિયંકા ગાંધી નહીં પરંતુ આ વ્યક્તિ છે, સર્વેમાં થયો ખુલાસો

મીડિયાનો એક સર્વે સામે આવ્યો છે. આ સર્વે અનુસાર કોંગ્રેસમાં સુધારા લાવવા માટે લોકોએ ખડગે કરતાં રાહુલ ગાંધી પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે

Top Stories India
Lok Sabha Elections Survey

Lok Sabha Elections Survey: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલમાં સંકટમાંથી પસાર થઈ રહી છે. મજબૂત નેતાઓ પક્ષ છોડીને અન્ય પક્ષોમાં જવાથી માંડીને ભાજપ સામે વ્યૂહાત્મક રીતે ન જોવા જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે. ગયા વર્ષે જ કોંગ્રેસ અધ્યક્ષ બનેલા મલ્લિકાર્જુન ખડગે આ તમામ પડકારો સામે ઝઝૂમતા જોવા મળે છે. આ બધામાં મીડિયાનો એક સર્વે સામે આવ્યો છે. આ સર્વે અનુસાર કોંગ્રેસમાં સુધારા લાવવા માટે લોકોએ ખડગે કરતાં રાહુલ ગાંધી પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસમાં સુધારાની તકના સવાલ પર આ સર્વે (Lok Sabha Elections Survey)માં માત્ર 3 ટકા લોકોએ જ મલ્લિકાર્જુન ખડગે પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સર્વેમાં એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે રાહુલ ગાંધી પછી લોકોની પસંદ પ્રિયંકા ગાંધી નથી. પ્રિયંકા ગાંધી કરતા પણ વધુ લોકો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સમર્થનમાં જોવા મળ્યા છે. જો કે રાહુલ ગાંધી પછી બીજા નંબર પર મનમોહન સિંહ નહીં પરંતુ રાજસ્થાનના યુથ કોંગ્રેસના નેતા સચિન પાયલટ છે.

સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં કોણ સુધારા લાવી શકે છે. જેના જવાબમાં 26 ટકા લોકો રાહુલ ગાંધીની તરફેણમાં જોવા મળ્યા હતા. બીજા નંબર પર 16 ટકા લોકોએ રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટની તરફેણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જયારે સર્વેમાં 12 ટકા લોકોએ મનમોહન સિંહને કોંગ્રેસમાં સુધારા લાવવા માટે યોગ્ય વ્યક્તિ માન્યા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું નામ માત્ર આઠ ટકા લોકોએ લીધું હતું.

પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ ત્રણ ટકા લોકો સાથે કોંગ્રેસમાં સુધારા ઈચ્છનારા નેતાઓની યાદીમાં સૌથી નીચે છે. સર્વેના આંકડા અનુસાર, રાહુલ ગાંધી પછી કોંગ્રેસમાં સુધારાની તકના સવાલ પર લોકોનો વિશ્વાસ સીધો સચિન પાયલટ પર જોવા મળી રહ્યો છે.  વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર લોકોનો વિશ્વાસ મજબૂત નથી.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં નિકળેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રાએ ઘણી હેડલાઈન્સ જમાવી હતી. સર્વે અનુસાર, 37 ટકા લોકોનું માનવું છે કે આ યાત્રાએ કોંગ્રેસ માટે ચોક્કસ રાજકીય વાતાવરણ બનાવ્યું છે, પરંતુ તેનાથી પાર્ટીને ચૂંટણી જીતવામાં વધુ મદદ મળશે નહીં. જયારે, 29 ટકા લોકો એવું માને છે કે ભારત જોડો યાત્રા જનતા સાથે જોડાવા માટે એક મહાન નિર્ણય છે. આ સર્વેમાં 13 ટકા લોકોએ ભારત જોડો યાત્રાને રાહુલ ગાંધીને રિબ્રાન્ડ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ સાથે ભારત જોડો યાત્રાથી રાજકીય અને ચૂંટણીમાં કોઈ ફરક નહીં પડે તેવું કહેનારાઓની સંખ્યા 9 ટકા છે.