નશાનો વેપાર/ રાજકોટમાં કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, ચોંકી ઉઠશો સમગ્ર ઘટના વાંચ્યા બાદ

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ પરના કણકોટ રોડ પર આવેલા મનોજ હરિ જાદવના મકાનમાં વિદેશી દારૂની ૧૯૬ બોટલ જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે બે સગાભાઈ બોટાદના ગઢડાના રણિયાળા ગામના વતની બનેસગં ઉર્ફે ભગત જોરસગં ઘેલડા ઉ.વ.૪૨ (હાલ રહે.૨૦૪ સ્ટાર ગાર્ડન વરિયાળ સુરત) રાજકોટના કોઠારિયા રિંગરોડ પર રામપાર્ક–૩માં રહેતા તેના ભાઈ સંજય જોરસગં ઉ.વ.૪૭ તથા સુરતથી સાથે […]

Gujarat
a 301 રાજકોટમાં કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, ચોંકી ઉઠશો સમગ્ર ઘટના વાંચ્યા બાદ

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ પરના કણકોટ રોડ પર આવેલા મનોજ હરિ જાદવના મકાનમાં વિદેશી દારૂની ૧૯૬ બોટલ જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે બે સગાભાઈ બોટાદના ગઢડાના રણિયાળા ગામના વતની બનેસગં ઉર્ફે ભગત જોરસગં ઘેલડા ઉ.વ.૪૨ (હાલ રહે.૨૦૪ સ્ટાર ગાર્ડન વરિયાળ સુરત) રાજકોટના કોઠારિયા રિંગરોડ પર રામપાર્ક–૩માં રહેતા તેના ભાઈ સંજય જોરસગં ઉ.વ.૪૭ તથા સુરતથી સાથે આવેલા સાગરિત સુનિલ શંકરલાલ પટેલ ઉ.વ.૩૯ને ચોરખાનાવાળી કાર સાથે પકડી પાડયા હતા. ઘરધણી મનોજ હાથ ન લાગતા શોધખોળ આદરાઈ છે.

 

કણકોટ રોડ પર મનોજ જાદવના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યાની સુભાષભાઈ ભરવાડ, ક્રિપાલસિંહ જાડેજા, દેવાભાઈ ધરજિયાને મળેલી માહિતી આધારે પીએસઆઈ પી.બી.જેબલિયા, પ્રતાપસિંહ મોયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. મકાન પરથી બેલડા બંધુ બનેસગં અને સંજય તથા સુનિલ મળી આવ્યા હતા. બહાર પડેલી જીજે૧૫સીએફ ૯૪૯૫ નંબરની કારમા બેસવાની સીટ નીચે તળિયાના ભાગે દારૂ છુપાવવાના ખાસ છૂપા ખાનાઓ બનાવાયા હતા. પોલીસે ચોરખાનાવાળી કાર અને ૧૯૬ બોટલ મળી ૧૧,૪૩,૮૧૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

 

 

અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાંચ તથા વાંકાનેરમાં વિદેશી દારૂ સાથે પકડાયેલો બનેસંગે દારૂની હેરાફેરી માટે કારમાં છૂપાખાના બનાવ્યા હતા. અહીં રાજકોટમાં તેના નાના ભાઈ સંજય અને સાગરીત મનોજને દારૂ પહોંચતો કરવા આવ્યો હતો. સુનિલ શંકરલાલ પટેલ સામે પણ સુરતમાં પ્રોહિબિશન હેઠળ બે ગુના નોંધાઈ ચૂકયા છે.