Political/ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે વિધીવત ભાજપમાં જોડાશે,વિસાવદરથી ટિકિટ મળી શકે છે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી બની છે. ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે.

Top Stories Gujarat
25 કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય હર્ષદ રિબડીયા આજે વિધીવત ભાજપમાં જોડાશે,વિસાવદરથી ટિકિટ મળી શકે છે!
  • આજે હર્ષદ રિબડીયા જોડાશે ભાજપમાં
  • કોંગ્રેસ MLA પદ પરથી આપ્યું હતુ રાજીનામુ
  • આજે હર્ષદ રિબડીયાની ભાજપમાં વેલકમ પાર્ટી યોજાશે
  • સમર્થકો સાથે હર્ષદ રિબડીયા ધારણ કરશે કેસરિયો
  • વિસાવદરથી ભાજપ તરફથી ચૂંટણી લડી શકે છે રિબડીયા
  • વિસાવદર ભાજપને મજબુત કરશે હર્ષદ રિબડીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી બની છે. ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષજ રિબડીયાએ બે દિવસ પહેલા પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતુ,હવે તે ભાજપમાં સામેલ થવાના છે. ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. આજે તેઓ હજારો કાર્યકરો સાથે કમલમ ઓફિસમાં કેસરિયો ધારણ કરશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયા રાજીમનામું આપ્યા બાદ ભાજપમાં આજે સામેલ થશે,તેઓ વિસાદરમાં ભાજપને મજબૂત કરશે,ભાજપ તેમને વિસાવદરથી ટિકિટ આપી શકે છે, તે ભાજપ તરફથી અહીયા ચૂંટણી લડશે. કોંગ્રેસની હાલત ખુબ કફોડી છે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. કોંગ્રેસમાંથી 2017થી અત્યાર સુધી  15 ધારાસભ્યોઓ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે.