Not Set/ નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?

સુરતનાં લિંબાયતમાં 3 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં મોતને ઘટ ઉતારી દેનાર નરાધમને તેનાં દુષ્કૃત્યની સજા સેશન્સ કોર્ટ દ્વારા આપી દેવામા આવી હતી.  કોર્ટે આ મામલે 9 મહિના અને 14 દિવસમાં જ કેસનો નીકાલ કરી સમાજમાં દાખલા રૂપ ઐતિહાસીક ચુકાદો આપવામા આવ્યો હતો. કોર્ટે આ અપરાધમાં નરપિશાચ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. […]

Gujarat Surat
દારૂ 13 નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?

સુરતનાં લિંબાયતમાં 3 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં મોતને ઘટ ઉતારી દેનાર નરાધમને તેનાં દુષ્કૃત્યની સજા સેશન્સ કોર્ટ દ્વારા આપી દેવામા આવી હતી.  કોર્ટે આ મામલે 9 મહિના અને 14 દિવસમાં જ કેસનો નીકાલ કરી સમાજમાં દાખલા રૂપ ઐતિહાસીક ચુકાદો આપવામા આવ્યો હતો. કોર્ટે આ અપરાધમાં નરપિશાચ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

સુરતની સેશન્સ કોર્ટે દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામા આવતા, દુષ્કર્મ અને હત્યાનાં આરોપી એવા અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. ગુનાને અંજામ આપી નરાધમ પોતાના વતન બિહાર ભાગી છુટ્યો હતો. પોલીસ દ્વારા આ ગુનાનાં આરોપીને શોધવામાં આકાશ-પાતાળ એક કરી આરોપીને બિહારથી ઝડપી લેવામા આવ્યો હતો. બહુ ચકચારી આ કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ પણ કરી હતી.

કોર્ટે 38 વિવિધ સાક્ષીઓ, મેડિકલ એવિડન્સીસ, FSLનાં રિપોર્ટ અને પુરાવવા, ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, આરોપીની કોલ ડિટેઇલ, CCTV ફૂટેજ વગેરે તમામ પાસા  ધ્યામાં રાખી અપરાધિને આ રાર ઓફ ધ રેર કેસમાં  ફાંસીની સજા સંભળાવી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપી એ હાઈકોર્ટમાં રીટ કરી હતી. જેનો આજે ચુકાદો આવ્યો છે. 289 દિવસમાં આરોપી અનિલ યાદવ દોષિત જાહેર કરી કોર્ટ દ્વારા ફાંસી ની સજા કાયમ રાખવામાં આવી છે. નિર્ભયાકાંડ ના ચાર આરોપીઓ બાદ વધુ એક દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે.

સુરત ની કોર્ટે આરોપીની ફાંસીની તારીખ નક્કી કરી છે. આગામી ૨૯મી ફેબ્રઆરી સવારે ચાર વાગે અનીલ યાદવને  ફાંસી આપવામાં આવશે. અમદાવાદની સેન્ટ્રલ જેલમાં આરોપીને ફાંસીના માચડે લટકાવમાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કેસમાં સ્પીડ ટ્રાયલના આદેશ આપવામાં આવ્યા હતા. જે અનુસંધાને 8 મહિનામાં જ સજાનું એલાન કરવામાં આવ્યું છે. કોર્ટએ 35 સાક્ષીઓની જુબાની લીધી હતી. તો સાથે સાથે FSL અને મેડિકલ પુરાવા, સ્થળ પર ના પુરાવા મહત્વના બની રહ્યા હતા. માસુમને પીખી નાખી નરાધમ બિહાર નાસી છૂટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.