વિધાનસભા ચૂંટણી/ યોગીની જાહેરાત બાદ અખિલેશે પણ વિધાનસભા ચૂંટણી લડશે,નિર્ણય બદલ્યો

યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે

Top Stories India
sp યોગીની જાહેરાત બાદ અખિલેશે પણ વિધાનસભા ચૂંટણી લડશે,નિર્ણય બદલ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે યોગીની જાહેરાતના કારણે અખિલેશ યાદવ પણ લડશે. આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે તાજેતરમાં જ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો.

અખિલેશ યાદવને એક ટીવી ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે યોગી આદિત્યનાથે કહ્યું છે કે જો તેઓ ચૂંટણી લડશે તો શું તમે 2022ની વિધાનસભા ચૂંટણી પણ જાતે જ લડશો? તેના જવાબમાં અખિલેશે કહ્યું કે, મેં કેટલી ચૂંટણી લડી છે. તેમણે મોટી ચૂંટણી લડી છે. સમાજવાદી પાર્ટી નક્કી કરશે અને અમારા લોકો નક્કી કરશે, પછી અમે ચૂંટણી લડીશું.” તેઓ કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે પૂછવામાં આવતા સપા પ્રમુખે કહ્યું, વિસ્તારનો નિર્ણય સમાજવાદી પાર્ટી કરશે, જે વિસ્તારના લોકો  બોલાવશે, એ જ વિસ્તારથી હું ચૂંટણી લડીશ.

અગાઉ ગયા વર્ષે 1 નવેમ્બરના રોજ સમાચાર એજન્સી પીટીઆઈએ અખિલેશને ટાંકીને કહ્યું હતું કે તેઓ પોતે વિધાનસભા ચૂંટણી લડશે નહીં.પરતું રાજકીય સમીકરણ બદલાતાં પરિસ્થિતિ પણ બદલાઇ છે.