POST/ જાનથી મારી નાખવાની ધમકી બાદ કેટરીના કૈફે શેર કરી પહેલી પોસ્ટ, લખી આ વાત

બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જોકે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે

Trending Entertainment
7 4 6 જાનથી મારી નાખવાની ધમકી બાદ કેટરીના કૈફે શેર કરી પહેલી પોસ્ટ, લખી આ વાત

બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જોકે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લખનઉનો રહેવાસી 28 વર્ષીય મનવિંદર સિંહ છે. તેણે વિકી કૌશલને ધમકી આપી હતી કે જો તે અભિનેત્રી કેટરિના કૈફ સાથેના લગ્ન નહીં તોડે તો તે તેને મારી નાખીશે.

આરોપીની ધરપકડ બાદ કેટરિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પહેલી પોસ્ટ મૂકી હતી. પોસ્ટમાં કેટરીના જીમ કરતી જોવા મળી હતી. તેણે આ તસવીરને કેપ્શન આપ્યું હતું કે, “બેક ટૂ જિમ” માત્ર થોડા જ કલાકોમાં આ તસવીર પર 4 લાખથી વધુ લાઈક્સ આવી ગઈ છે.

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલને મારી નાખવાની ધમકી આપનાર આરોપી મનવિંદરે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં કેટરિનાનો ઉલ્લેખ પોતાની પત્ની તરીકે કર્યો છે. તેણે લગ્નની મોર્ફ કરેલી તસવીરો પણ પોસ્ટ કરી છે, તેણે એ પણ પોસ્ટ કર્યું છે કે કેટરિનાની બહેન ઇસાબેલે 9 ડિસેમ્બર, 2021ના રોજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેણે 13 ડિસેમ્બરે કેટરિના સાથે લગ્ન કર્યા હતા. મનવિંદર છેલ્લા કેટલાક મહિનાઓથી સાંતાક્રુઝ વેસ્ટની એક હોટલમાં રહેતો હતો અને અહીંથી તે કૌશલને ધમકીભર્યા મેસેજ મોકલતો હતો.

નોંધનીય છે કે જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ વિકી કૌશલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. કૌશલે નોંધાવેલી FIRમાં જણાવ્યું કે આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી કેટરિનાને ફોલો કરી રહ્યો હતો. તેમને ધમકી આપીને ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર અને અશ્લીલ મેસેજ પણ કરી રહ્યો છે.