Airline News/ વિમાન ટેક ઓફ બાદ થયા બાદ ટાયર હવામાંથી પડતા મુસાફરોનો શ્વાસ અધ્ધર થયા, પછી શું બન્યું

જાપાન જઈ રહેલ વિમાન ટેક ઓફ બાદ થયા બાદ ટાયર હવામાંથી પડતા મુસાફરોનો શ્વાસ અધ્ધર થયા. વિમાનમાં 235 પેસેન્જર સાથે  14 ક્રૂ મેમ્બર  મુસાફરી કરી રહ્યા છે.

Top Stories World
YouTube Thumbnail 2024 03 08T115255.401 વિમાન ટેક ઓફ બાદ થયા બાદ ટાયર હવામાંથી પડતા મુસાફરોનો શ્વાસ અધ્ધર થયા, પછી શું બન્યું

જાપાન જઈ રહેલ વિમાન ટેક ઓફ બાદ થયા બાદ ટાયર હવામાંથી પડતા મુસાફરોનો શ્વાસ અધ્ધર થયા. વિમાનમાં 235 પેસેન્જર સાથે  14 ક્રૂ મેમ્બર પણ મુસાફરી કરી રહ્યા હતા. ફલાઈટ ટેક ઓફ થયા બાદ ટાયર નીકળી જવાની ઘટના બની. યુનાઈટેડ એરલાઈન્સની ફલાઈટ સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જતી હતી ત્યારે આ ઘટના બનવામાં પામી. ટાયર પડવાની ઘટના બન્યા બાદ શું ફલાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું? તે જાણવા તમામ લોકો ઉત્સુક હશે. તો હા, ટાયર પડવા છતાં વિમાનનું લેન્ડીંગ સુરક્ષિત રીતે થયું હતું.

આ ઘટનાના વાયરલ થયેલ વીડિયોમાં દેખાય છે કે  ફલાઈટે જ્યારે ઉડાન ભરી તેના થોડા જ સમયમાં ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ટાયર છુટૂ પડતા નીચે પડ્યું. વિમાન ટેક ઓફ થયાના બહુ ઓછા સમયમાં ટાયર નીચે પડવાની ઘટના બની. વિમાનમાંથી નીચે પડેલ ટાયર સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલના કર્મચારી પાર્કીંગમાં પડ્યું હતું. વીડિયોમાં નાનું દેખાતું આ ટાયર એટલુ મજબૂત છે કે કાર પર પડતા જ પાછળની બારીનો કાચ તૂટી ગયો હતો. કારના કાચ સાથે અથડાયા બાદ ટાયર એક દિવાલ તોડીને થોડે દૂર જઈને અટક્યું. હાલમાં આ ઘટનામાં કોઈને ઇજા થઈ હોવાના સમાચાર નથી. એરલાઈન્સે વિમાનના જે ભાગ બાજુથી ટાયર તૂટ્યું છે ત્યાં નવું ટાયર લગાવ્યા બાદ ફરી ઉડાન ભરી હતી.

સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલ વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર બનતા અટક્યું. પેસેજન્જરનો આબાદ બચાવ થયો. યુનાઈટેડ એરલાઈન્સનું વિમાનનું ટાયર નીચે પડવાની ઘટનાના બનવાના થોડા સમય બાદ લેન્ડ કરવું પડ્યું હતું. જો કે એરલાઈન્સ દ્વારા આ ઘટના બાદ નિવેદન જારી કરવામાં આવતા જણાવ્યું કે વર્ષ 2002માં આ પ્લેન બનાવવામાં આવ્યું હતું. પ્લેનની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી છે કે ટાયર ફાટે અથવા બગડે તો પણ સુરક્ષિત લેન્ડિંગ થઈ શકે. આથી જ હાલમાં યુનાઈટેડ એરલાઈન્સમાં જ્યારે એક ટાયર છુટૂ પડી નીચે પડવા છતાં પણ ફલાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થઈ શક્યું અને પેસેન્જરોને સલામત રીતે બચાવી શક્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ