કોમી એકતા/  મંદિરમાં વાંચ્યું કુરાન , મુસ્લિમ યુગલે કાઝીની હાજરીમાં કુબૂલ કર્યા લગ્ન 

ગુજરાતના જૂનાગઢમાં તાજેતરમાં એક દરગાહને નોટિસ આપવામાં આવતા ભારે હિંસા થઈ હતી. સમગ્ર મામલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. હવે જૂનાગઢમાંથી એક એવો કિસ્સો પણ સામે આવ્યો છે જે રાષ્ટ્રીય એકતાનું ઉદાહરણ બની ગયો છે. જૂનાગઢમાં મુસ્લિમ યુગલે મંદિરમાં લગ્ન કર્યા.

Top Stories Gujarat Others
Muslim Couple

ગુજરાતના જૂનાગઢમાં હિંસા બાદ હવે રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવવાનો મામલો સામે આવ્યો છે. એક મુસ્લિમ યુગલે મંદિરમાં લગ્ન કર્યા છે. આ પ્રસંગે કાઝી પણ હાજર હતા. તેણે આખું લગ્ન કરાવ્યું. મુસ્લિમ દંપતીએ મંદિરની અંદર ઇસ્લામિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જૂનાગઢમાં આ લગ્ન એવા સમયે થયા છે જ્યારે શહેરના મજેવડી દરવાજા પાસે આવેલી ગેબન શાહ પીરની દરગાહનો મામલો ગરમાયો છે. ભૂતકાળમાં પણ અહીં હિંસા થઈ હતી.

અબ્દુલ-હિના વચ્ચે નિકાહ

જૂનાગઢના મુસ્લિમ યુગલના આ લગ્ન અખંડ રામનામ સંકિર્તન મંદિરમાં થયા હતા. મંદિરમાં નિકાહ પ્રસંગે મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ મંદિરમાં 24 કલાક રામધૂન વગાડવામાં આવે છે. અત્યાર સુધી આ મંદિરમાં લગ્નો થયા છે, પરંતુ પહેલીવાર મુસ્લિમ યુગલે લગ્ન કર્યા છે. મંદિરમાં ગોંડલમાં રહેતા અબ્દુલ કાદિર કુરેશીએ હીના સાથે મંદિરમાં ઇસ્લામ ધર્મની વિધિ મુજબ લગ્નનો સ્વીકાર કર્યો હતો અને નવા જીવનની શરૂઆત કરી હતી. તો બીજી તરફ સામાજિક કાર્યોમાં સક્રિય જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બે ધર્મના 1800 જેટલા લગ્નો યોજવામાં આવ્યા છે.

લગ્ન બાદઅપાઈ ભેટ

સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખ ભાઈ વાજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે કોમી એકતા અને ભાઈચારા વધે તે માટે અખંડ રામનામ સંકિર્તન મંદિર ખાતે મુસ્લિમ યુગલના લગ્ન થયા હતા. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં લગ્ન કરનાર મૌલાના મોહં. જાવેદે કહ્યું કે દેશમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે વધુ લોકોએ શીખવું જોઈએ કે હિન્દુ અને મુસ્લિમ એક છે. તેનું ઉદાહરણ આપીએ તો આજે મંદિરમાં લગ્નવિધિ કરવામાં આવી હતી. નવપરિણીત યુગલને કેટલીક વસ્તુઓ ભેટ તરીકે પણ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Manipur Attack/ મણિપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર જ ભીડનો હુમલોઃ ગોળીબારમાં એકનું મોત

આ પણ વાંચોઃ Pawar Vs Pawar/ નંબર ગેમમાં અજીત જીત તરફઃ અજિતને ત્યાં 30 અને શરદ પવારને ત્યાં 13 વિધાનસભ્યો હાજર

આ પણ વાંચોઃ PM Kishan Yojana/  PM કિસાન યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર, કરોડો ખેડૂતોને થશે સીધી અસર

આ પણ વાંચોઃ Gadkari-Petrol/ ગડકરીનો ચોંકાવનારો દાવોઃ દેશમાં પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લિટરે મળશે

આ પણ વાંચોઃ Baba Dhirendra Shastri/ દિલ્લી આવી રહ્યા છે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી,  ટ્રાફિક પોલીસે કથા પહેલા કરી એડવાઈઝરી જારી, જાણો સંપૂર્ણ રૂટ