Not Set/ અનામત આંદોલન/ મહિલાઓ બાદ હવે LRD પુરુષ ઉમેદવારો પણ મેદાનમાં… અમારો શું વાંક..?

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા અનામત આંદોલન સરકારની જાહેરાત બાદ પણ સંવાનું નામ નથી લઇ રહ્યું. છેલ્લા 27  દિવસથી LRDની મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે અનશન પર બેઠી છે.  ગતરોજ રવિવારે સાંજે પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ હોવાને કારણે અનામત વર્ગનું આંદોલન યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે LRD અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે […]

Top Stories Gujarat
LRD ભાઈઓ અનામત આંદોલન/ મહિલાઓ બાદ હવે LRD પુરુષ ઉમેદવારો પણ મેદાનમાં... અમારો શું વાંક..?

છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા અનામત આંદોલન સરકારની જાહેરાત બાદ પણ સંવાનું નામ નથી લઇ રહ્યું. છેલ્લા 27  દિવસથી LRDની મહિલા ઉમેદવારો ગાંધીનગર ખાતે અનશન પર બેઠી છે.  ગતરોજ રવિવારે સાંજે પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ હોવાને કારણે અનામત વર્ગનું આંદોલન યથાવત છે.

સત્યાગ્રહ છાવણી ખાતે LRD અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ સરકાર રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ છે.

તો હવે આ બહેનોની સાથે ભાઈઓ પણ જોડાયા છે. તેમની પણ માંગણી છે કે, જો Lrd ભરતીમાં બહેનોની જગ્યામાં વધારો થઈ શકતો હોય તો ભાઈઓની જગ્યામાં  કેમ નહીં..? અને હવે તો તે આપણો હક્ક છે. હક માંગવા ચાલો ગાંધીનગરમાં જેવા સુત્રો ચાર સાથેગાંધીનગર ખાતે ભેગા થયા છે. હવે બહેનોની માફક અનામત વર્ગના ભાઈઓ પણ સત્યાગ્રહ છાવણી પહોચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.