Cricket/ મિસ્બાહ-વકારનાં રાજીનામા બાદ મોહમ્મદ આમિરે કરી ચોંકાવનારી જાહેરાત

સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનનાં ઝડપી બોલર મોહમ્મદ આમિરે નિવૃત્તિમાંથી પરત ફરવાની જાહેરાત કરી છે. જેને લોકો ચોંકાવનારો નિર્ણય ગણાવી રહ્યા છે.

Sports
1 145 મિસ્બાહ-વકારનાં રાજીનામા બાદ મોહમ્મદ આમિરે કરી ચોંકાવનારી જાહેરાત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) સોમવારે ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ટીમની જાહેરાત કરી હતી. જાહેરાતનાં થોડા સમય બાદ ટીમનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનનાં ઝડપી બોલર મોહમ્મદ આમિરે નિવૃત્તિમાંથી પરત ફરવાની જાહેરાત કરી છે. જેને લોકો ચોંકાવનારો નિર્ણય ગણાવી રહ્યા છે.

1 147 મિસ્બાહ-વકારનાં રાજીનામા બાદ મોહમ્મદ આમિરે કરી ચોંકાવનારી જાહેરાત

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત બાદ કોહલીએ બનાવ્યો વિરાટ રેકોર્ડ, કેપ્ટનશીપની બતાવી શક્તિ

પાકિસ્તાનનાં ઝડપી બોલર મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 29 વર્ષીય ફાસ્ટ બોલરે ડિસેમ્બર 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું. મોહમ્મદ આમિરે સ્પષ્ટતા કરી હતી કે, તે ટીમ મેનેજમેન્ટ સાથેનાં વિવાદને કારણે આટલો મોટો નિર્ણય લઈ રહ્યો છે. પાકિસ્તાનનાં મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ, અમિરે ફરી પોતાને દેશ માટે ઉપલબ્ધ જાહેર કર્યો છે. ડેઇલી પાકિસ્તાનનાં અહેવાલ મુજબ, આમિરે ખાનગી મીડિયાને કહ્યું કે, ‘હું ટીમ માટે ઉપલબ્ધ છું.’ મોહમ્મદ આમિર ચોક્કસપણે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે, પરંતુ તે આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લેતા જોવા મળશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોમવારે જ ટી 20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી અને આમિર તે ટીમનો ભાગ નહોતો.

1 146 મિસ્બાહ-વકારનાં રાજીનામા બાદ મોહમ્મદ આમિરે કરી ચોંકાવનારી જાહેરાત

આ પણ વાંચો – Cricket / ટી-20 Worldcup પહેલા પાકિસ્તાની ટીમને લાગ્યો મોટો ઝટકો

મોહમ્મદ આમિરે પાકિસ્તાન ક્રિકેટ ટીમનું 50 ટી 20 આંતરરાષ્ટ્રીયમાં પ્રતિનિધિત્વ કર્યું છે, જેમા 7.02 ની ઇકોનોમી રેટ પર 59 વિકેટ લીધી છે. આમિરે છેલ્લે ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આમિર પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતો, જે 30 ઓગસ્ટ 2020 નાં રોજ માન્ચેસ્ટરમાં રમ્યો હતો. થોડા મહિના પછી, મોહમ્મદ આમિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ડાબા હાથનાં ઝડપી બોલરે વિશ્વની વિવિધ ટી 20 લીગમાં ભાગ લીધો છે. મોહમ્મદ આમિર પાકિસ્તાન સુપર લીગમાં કરાચી કિંગ્સ, ધ હંડ્રેડમાં લંડન સ્પિરિટ, અબુ ધાબી ટી 10 લીગમાં પુણે ડેવિલ્સ અને હાલમાં સીપીએલ 2021 માં બાર્બાડોસ રોયલ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મોહમ્મદ આમિરે CPL 2021 માં સારું પ્રદર્શન કર્યું છે. આમિર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પરત ફરશે તે જોવું રસપ્રદ રહેશે.