Aditya L1 Mission/ ચંદ્રયાન ૩ની સફળતા બાદ આદિત્ય L1 સૂર્ય યાન આજે 15 લાખ કિમીની ભરશે ઉડાન

ચંદ્રયાન૩ ના સફળ લેન્ડીંગ બાદ સમગ્ર વિશ્વન નજર હવે ISROના નવા મિશન એટલેકે સૂર્ય મિશન પર કેન્દ્રિત છે. જેને આદિત્ય L1 તરીકે ઓળખવામાં આવે છે ISRO તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય-L1’ લોન્ચ કરવા માટે તૈયાર છે. ત્યારે આદિત્ય L1 2 સપ્ટેમ્બરના રોજ 11.50 વાગ્યે શ્રીહરિકોટાના લોન્ચિંગ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

Top Stories India
Aditya L1

ભારત પહેલા ISRO સૌર મિશન સૂર્ય પર ઉપગ્રહો મોકલનારા દેશોમાં અમેરિકાનું મિશન પાયોનિયર 5,જે 1960માં મોકલવામાં આવ્યું હતું. તેમજ જર્મની અને અમેરિકાનું મિશન હેલિઓસ, જે 1974 આ સિવાય જાપાન, હિનોટોરી 1981,યુરોપિયન સ્પેસ એજન્સી યુલિસિસ,1990 અને ચીન- AS0S જેવા દેશોએ સૂર્ય પર ઉપગ્રહો મોકલ્યા હતા.

તમને જણાવી દઈએ કે આદિત્ય L1 એ સૂર્યનો અભ્યાસ કરવાનું મિશન છે. જેને ઈસરોએ પ્રથમ અવકાશ આધારિત ઓબ્ઝર્વેટરી શ્રેણી ભારતીય સૌર મિશન પણ ગણાવ્યું છે. આ મિશન સૂર્યનો વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે સાત વૈજ્ઞાનિક પેલોડનો સમૂહ વહન કરશે. આદિત્ય L1 અવકાશયાનને L1 પોઈન્ટ પર લઈ જશે તેમજ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક ટકા અંતર કવર કરશે.

4 2 1 ચંદ્રયાન ૩ની સફળતા બાદ આદિત્ય L1 સૂર્ય યાન આજે 15 લાખ કિમીની ભરશે ઉડાન

આ સિવાય આદિત્ય L1 અવકાશયાનને સૂર્ય,પૃથ્વી પ્રણાલીના લેગ્રેંગિયન પોઈન્ટ L1ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાની ISROની યોજના છે.જે પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર છે. વાસ્તવમાં, લેગ્રેંગિયન બિંદુઓ એ છે જ્યાં બે પદાર્થો વચ્ચે કાર્ય કરતા તમામ ગુરુત્વાકર્ષણ બળો એકબીજાને તટસ્થ કરે છે. કારણે L1 પોઈન્ટનો ઉપયોગ અવકાશયાનના ટેક ઓફ માટે થઈ શકે છે.

4 2 2 ચંદ્રયાન ૩ની સફળતા બાદ આદિત્ય L1 સૂર્ય યાન આજે 15 લાખ કિમીની ભરશે ઉડાન

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ISRO ભારતના આ પ્રથમ સૌર મિશન સાથે ISRO સૂર્યનો અભ્યાસ કરશે. લોન્ચ થયાના બરાબર 127 દિવસમાં L1 સૂર્યયાન તેના પોઈન્ટ L1 પર પહોંચી જશે ત્યાર બાદ આ બિંદુએ પહોંચ્યા પછી આદિત્ય-એલ1 ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા મોકલવાનું શરૂ કરશે.

આદિત્ય L1 મિશન પર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ISROના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક માયલાસ્વામી અન્નાદુરાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે L1 બિંદુને શોધવા,તેની આસપાસ ભ્રમણકક્ષા બનાવવી તેમજ ચોક્કસ શોધ સાથે પાંચ વર્ષ સુધી ટકી રહેવું તે તકનીકી રીતે ખૂબ જ પડકારજનક છે.જે વૈજ્ઞાનિક રીતે ખુબજ ફાયદાકારક છે. આદિત્ય L1 પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું 1 ટકાનું અંતર કાપશે.

23 ઓગસ્ટે ભારતે સ્પેસ ટેક્નોલોજીમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી,જયારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોચનારો ભારત પ્રથમ દેશ બન્યો.ત્યાર બાદ દિવસ બાદ ઈસરોનું બીજું મિશન આદિત્ય L1 તૈયાર છે.જે થોડા કલાકો બાદ પોતાની યાત્રા શરૂ કરવાનું છે.વધુમાં ISROએ જાણકારી આપતા જણાવ્યું કે લોન્ચિંગથી લઈને ઓર્બિટ ઈન્સ્ટોલેશન સુધીની પ્રક્રિયામાં ત્રણ તબક્કા હશે.

પ્રથમ તબક્કો પીએસએલવી રોકેટનું પ્રક્ષેપણ છે.
બીજો તબક્કો પૃથ્વીની આસપાસ આદિત્ય L1ની ભ્રમણકક્ષાને સતત વધારશે
ત્રીજો તબક્કો સૂર્યયાનને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર કાઢવાનો હશે
ત્યાર બાદ ઉપગ્રહ છેલ્લા તબક્કામાં એટલે કે L1 માં સ્થાપિત થશે.

આ પણ વાંચો:Mission Aditya/એક સમયે પૃથ્વીથી 800 કિ.મી. દૂર સ્થાપિત થનારું હતું આદિત્ય L1

આ પણ વાંચો:ધરપકડ/મની લોન્ડરીંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલની ધરપકડ

આ પણ વાંચો:Gyanvapi Case/જ્ઞાનવાપી સંકુલમાં સર્વેનો સમયગાળો પૂર્ણ, ASI 2 સપ્ટેમ્બરે રિપોર્ટ સબમિટ કરશે!