Not Set/ #AfterLockdown/ શું તમે તમારું સપનાનું ઘર ખરીદવા માંગો છો, તો કરો માત્ર આ કામ…

કોરોના કહેર વચ્ચે દેશમાં લોકડાઉન યથાવત છે. જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. તેનાથી નિકળવા ઘણો સમય લાગી શકે છે. બીજી તરફ માંગ સામે મોટી સંખ્યામાં મકાનો બાંધવામાં આવ્યા હોવાના કારણે ઘરો અને ફ્લેટોનાં ભાવ ઓઠા થવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ લોકડાઉનને કારણે પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. મકાનો અને ફ્લેટની કિંમતમાં ઘટાડો થઈ […]

Business
ec6ababbfffa2007cc5975bc5fe92867 #AfterLockdown/ શું તમે તમારું સપનાનું ઘર ખરીદવા માંગો છો, તો કરો માત્ર આ કામ...

કોરોના કહેર વચ્ચે દેશમાં લોકડાઉન યથાવત છે. જેના કારણે આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. તેનાથી નિકળવા ઘણો સમય લાગી શકે છે. બીજી તરફ માંગ સામે મોટી સંખ્યામાં મકાનો બાંધવામાં આવ્યા હોવાના કારણે ઘરો અને ફ્લેટોનાં ભાવ ઓઠા થવાનું નામ નથી લઈ રહ્યા. પરંતુ લોકડાઉનને કારણે પરિસ્થિતિઓ બદલાઈ શકે છે. મકાનો અને ફ્લેટની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. લોકડાઉન પછી, બજારની મંદી નકારી શકાય નહીં, તેથી મકાનોનાં ભાવ નીચે આવે તેવી પૂરી સંભાવનાઓ છે. ત્યારે જો તમે તમારા સપનાનાં ઘરની રાહ જોઇ રહ્યા છો તો થોડી વધુ રાહ જોઇ લો.

99acres.com નામની એક કન્સ્ટ્રકશન કંપનીએ દિલ્હી (એનસીઆર), હૈદરાબાદ, બેંગલોર, પૂણે, ચેન્નાઈ, ચંડીગઢ, અમદાવાદ અને લખનઉમાં એક સર્વેક્ષણ કર્યું છે. તેમા મકાન ખરીદવા માંગતા 1,761 લોકો પાસેથી માહિતી મળી છે. આ સર્વેક્ષણ કરાયેલા લગભગ 90 ટકા લોકો માને છે કે લોકડાઉન પછી ઘરનાં ભાવ નીચે આવી શકે છે. તો 40 ટકા લોકોએ મકાન ખરીદવાની તેમની યોજના અનિશ્ચિત સમય માટે અટકાવી દીધી છે. જો કે, બાકીનાં 60 ટકા લોકો આગામી 1 વર્ષમાં મકાન ખરીદવા માંગે છે. આ ક્ષેત્રમાં મકાનોની માંગ, રોકાણની સંભાવના, મકાનનાં ભાવની તેમની અપેક્ષા અને નવા વલણોનાં આધારે આ સર્વે કરવામાં આવ્યો છે.

બાંધકામ ક્ષેત્રે હાજર અનિશ્ચિતતા અને પ્રવાહીતાનાં અભાવને કારણે મકાનોની ખરીદી અટકી ગઈ છે. વધારામાં, બાંધકામ પ્રોજેક્ટ હેઠળ મકાન ખરીદવા કરતાં તૈયાર મકાનો ખરીદવા વધુ સલામત છે, જે સર્વેક્ષણમાં 85 ટકા લોકોએ વ્યક્ત કર્યું છે. સર્વેમાં ભાગ લેનારા લોકોનાં વિવિધ પ્રકારનાં રોકાણનાં વલણો વિશે પણ માહિતી મેળવી હતી. તદનુસાર, સૌથી વધુ 31 ટકા સહભાગીઓ રિયલ એસ્ટેટમાં રોકાણને પસંદ કરે છે. વળી, 24 ટકા લોકોએ સ્થિર થાપણો અને સોનાની ખરીદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જ્યારે 21 ટકા લોકોએ શેર બજારમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.