Surendranagar/ ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કેનાલનું પાણી બંધ કરવા મુદ્દે અગરિયાઓનો બેનરો સાથે વિરોધ

ધ્રાંગધ્રાનાં કોપરણી, અંજાર, નિમકનગર, નરાળી સહિત વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી મીઠાના પાટા ઉપર ફરી વળતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો સમય આવ્યો છે…..

Gujarat Others
a 8 ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કેનાલનું પાણી બંધ કરવા મુદ્દે અગરિયાઓનો બેનરો સાથે વિરોધ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાનાં કોપરણી, અંજાર, નિમકનગર, નરાળી સહિત વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી મીઠાના પાટા ઉપર ફરી વળતા અગરિયાઓને ભારે નુકસાની વેઠવાનો સમય આવ્યો છે. અગ્રણીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય નિવેડો નહીં આવતાં અગરીયા દ્વારા હાથમાં બેનરો અને સૂત્રો દ્વારા વિરોધ કરાયો હતો.

a 9 ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કેનાલનું પાણી બંધ કરવા મુદ્દે અગરિયાઓનો બેનરો સાથે વિરોધ

આ અંગે આગેવાન ચકુભાઈ ઠાકોર અને ગુણાકાર ઠાકોરે જણાવ્યું કે, રણ વિસ્તારમાં લાંબા સમયથી નર્મદાનું પાણી રણ વિસ્તારમાં આવે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં  તંત્ર ધ્યાન આપતું નથી.ધ્રાંગધ્રાના કુડા, કોપરણી, એંજાર, નિમકનગર, નરાળી તેમજ પાટડીના ખારાધોડા વિસ્તારમાં 2 માસથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતાં  રોષે ભરાયા હતા.છતાં જો યોગ્ય કાર્યવાહી તંત્ર દ્વારા નહીં કરાય તો અનિશ્ચિત મુદતનુ ગાંધી ચિંધ્યા માર્ગે પરિવાર સાથે બેસી જનઆંદોલન કરાશે. તો બીજી તરફ ખારાઘોડા રણમાં છેલ્લા 2 મહિનાથી 70 કિમી નર્મદાનું ચિક્કાર પાણી ભરાયેલું છે.

a 10 ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કેનાલનું પાણી બંધ કરવા મુદ્દે અગરિયાઓનો બેનરો સાથે વિરોધ

નર્મદા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર સહિતના ગાંધીનગરના આલા અધિકારીઓની રણમાં મુલાકાત લીધેના 15 દિવસ વિતવા છતાં હજી રણમાં કેનાલનું પાણી “જૈસે થે હાલતમાં હોવાથી મીઠું પકવતા અગરિયાઓ,આંદોલનના મંડાણ સાથે હુંકાર ભર્યો હતો કે, આગામી પાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. રવિવારે મહિલા અગરિયાઓએ હાથમાં બેનર સાથે રણમાં કોઇએ મત માંગવા આવવું નહીં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો