Not Set/ કૃષિ કાયદાના કારણે યૂપીમાં BJP પર હતો ખતરો, કાયદો રદ્દ થતા પંજાબનો રસ્તો થયો સાફ

ત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ નવા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.પહેલીવાર મોદી સરકારે…

India
કાયદો રદ્દ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી છે. તેમજ એક કદમ પીછેહઠથી મોદી સરકારે લાંબી છલાગ ભરી છે. કાયદો રદ્દ કરી એક કાંકરે મોદી સરકારે અનેક નિશાન સાધવાનું કામ કર્યું છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં પીએમ મોદીએ નવા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.પહેલીવાર મોદી સરકારે તેમના લીધેલા નિર્ણયમાં પીછેહઠ કરીને સરકારનો તખતો પલટવાની રણનીતિ કરી છે. 2022માં ઉત્તરપ્રદેશ અને પંજાબમાં આવતી ચૂંટણીઓ માટે મોદી સરકારનો આ નિર્ણય ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : વટામણ-ભાવનગર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના કરૂણ મોત

પીએમ મોદીએ કૃષિ કાયદો રદ્દ કરવાની જાહેરાત કરીને પશ્ચિમ યુપીમાં બીજેપીની સીટો જાળવી રાખવાની રણનીતિ કરી છે. જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ બીજેપી સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી છે, જેથી હવે પંજાબની પણ ખેડૂત વિસ્તારની સીટો બીજેપીને મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

પશ્ચિમ યુપીમાં 2017માં 16 જિલ્લાની કુલ 136 સીટમાંથી 109 સીટ બીજેપીના કબજામાં હતી. છેલ્લા 14 મહિનાથી ચાલતા ખેડૂત આંદોલનને કારણે સ્થાનિક ખેડૂતો ખૂબ નારાજ હતા. પરિણામે, પશ્ચિમ યુપી બીજેપીના હાથમાંથી નીકળી જાય એવી સ્થિતિ હતી, પરંતુ હવે આ નિર્ણયથી બીજેપી પશ્ચિમ યુપીની સીટો જાળવી શકશે. બીજી બાજુ, અત્યારસુધી કોંગ્રેસમાંથી પંજાબના સીએમ રહેલા અમરિંદરે પણ બીજેપીનો હાથ પકડી લીધો છે. પંજાબના ખેડૂતો પણ કૃષિ કાયદાથી ઘણા નારાજ હતા, પરંતુ હવે પંજાબમાં બીજેપીને સીએમના ચહેરા તરીકે અમરિંદર પણ મળી ગયા છે અને આ નિર્ણયથી ખેડૂતોનો સહકાર પણ મળી જશે. પરિણામે, પંજાબમાં કોંગ્રેસની 77 સીટ હવે સરળતાથી બીજેપીને મળી જાય એવી ગેમ ગોઠવાઈ ગઈ છે.

આ પણ વાંચો : રાજસ્થાનના જાલોરમાં અનુભવાય 4.6ની તીવ્રતાનો ભૂકંપના, બનાસકાંઠા સુધી અનુભવાયા આંચકા

પીએમ મોદીએ આજે બુંદેલખંડ રવાના થતાં પહેલાં જ એક તીરથી ઘણાં નિશાન સાધ્યાં છે. ખેડૂત આંદોલનને યુપીમાં બીજેપીને સત્તા સુધી પહોંચવા માટે ખૂબ મોટો અવરોધ માનવામાં આવતો હતો, પરંતુ હવે બીજેપીએ કૃષિ કાયદો પરત લેવાની જાહેરાત કરીને તેમના રસ્તાનો મોટો પથ્થર હટાવી દીધો છે અને સાથે સાથે વિપક્ષની રાજનીતિને પણ ખૂબ મોટો ઝટકો આપ્યો છે.

આ પણ વાંચો :કિસાન મોરચાની બેઠક પહેલા બોલ્યા ટિકૈત- MSP મોટો મુદ્દો, જ્યાં સુધી સરકાર આ મુદ્દાઓ પર વાત નહીં કરે ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય

આ પણ વાંચો : ભારતને વિશ્વ ગુરૂ બનાવવા માટે RSSના પ્રમુખે શું કહ્યું…

આ પણ વાંચો :મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં આગની ઘટનામાં વધુ એકનું મોત,કુલ મૃત્યુઆંક 13