Not Set/ કોરોનાએ હવે બાળકોને બનાવ્યા શિકાર, સિવિલમાં નોંધાયા આટલા પોઝિટીવ કેસ

ગુજરાતમાં હવે કોરોના મહામારી બેકાબૂ બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને દિવસે ને દિવસે કોરોના વાયરસનાં રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.

Top Stories
A 31 કોરોનાએ હવે બાળકોને બનાવ્યા શિકાર, સિવિલમાં નોંધાયા આટલા પોઝિટીવ કેસ

ગુજરાતમાં હવે કોરોના મહામારી બેકાબૂ બની હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને દિવસે ને દિવસે કોરોના વાયરસનાં રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવામાં  અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત છે. તેમજ સારવાર આપવામાં આવી રહી છે. બાળકો પણ કોરોનાથી સંક્રમિત બની રહ્યા છે. જેને લઈને માતાપિતા અને તબીબોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :કચ્છ ભુજના નારણપર રોડ પર ગમખ્વાર અકસ્માત

આપને જણાવી દઈએ કે, સિવિલમાં કોરોના પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 540 પર પહોંચ્યો છે. બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મુકાયા છે.

બાળકોમાં કોરોનાનું ઝડપી સંક્રમણ ફેલાતાં આરોગ્યતંત્ર ચિંતામાં મુકાયું છે. કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. અને મોટા લોકોને અપાતી દવાઓ નાના બાળકોને આપી શકાતી નથી તેને કારણે પણ આરોગ્ય તંત્ર ચિંતામાં છે.

આ પણ વાંચો :રાત્રી કરફ્યુ લાગુ કરતા હોટલ રેસ્ટરન્ટનો વ્યવસાય પડી ભાંગ્યો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારને સાવચેત રહેવાની જરુર છે. કેમ કે અમદાવાદ ગ્રામ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્યમાં ઓક્ટોબર 2020થી માર્ચ 2021 સુધી દરરોજ 2થી 3 કેસ આવતા હતા. પરંતુ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી દૈનિક 10થી 12 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યુ કે, અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં દરરોજ 300 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. પરંતુ હવે 1500 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે અને તેમા પણ ખાસ કરીને આરટીપીસીઆર ટેસ્ટ પર ભાર મુકવામાં આવતા કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો :ગુજરાતની મહિલાઓ નશો કરવામાં અગ્રેસર

રાજ્યમાં કાળ બનેલા કોરોનાના રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાયા છે. તેની સામે 2,015 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે 155 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,528 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.