Not Set/ વૃદ્ધ સાથે છેતરપિંડી થયાનાં કિસ્સાઓ આવ્યાં સામે, બે ફ્લેટ, ફાર્મ હાઉસની સ્કીમમાં બે પ્લોટ કરાવ્યા હતા બુક

અમદાવાદ, અમદાવાદમાં સેટલાઇટમાં રૂપિયાની લાલચમાં એક વૃદ્ધ સાથે છેતરપિંડી થયાનાં કિસ્સો સામે આવ્યાં છે. વાત જાણે એમ છે કે ગીરીશભાઇએ સાત વર્ષ પહેલા 1.26 કરોડ રૂપિયા આપીને વૈષ્ણોદેવી સર્કલ પાસે બે ફ્લેટ અને ધોળકા ખાતે ફાર્મ હાઉસની સ્કીમમાં બે પ્લોટ બુક કરાવ્યા હતા. સેટલાઇટમાં જોડીયાક આરીષ બિલ્ડીંગમાં રહેતા અને લોખંડના ભંગારની દલાલી કરતા ગીરીશભાઇએ સેટેલાઇટ […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 288 વૃદ્ધ સાથે છેતરપિંડી થયાનાં કિસ્સાઓ આવ્યાં સામે, બે ફ્લેટ, ફાર્મ હાઉસની સ્કીમમાં બે પ્લોટ કરાવ્યા હતા બુક

અમદાવાદ,

અમદાવાદમાં સેટલાઇટમાં રૂપિયાની લાલચમાં એક વૃદ્ધ સાથે છેતરપિંડી થયાનાં કિસ્સો સામે આવ્યાં છે. વાત જાણે એમ છે કે ગીરીશભાઇએ સાત વર્ષ પહેલા 1.26 કરોડ રૂપિયા આપીને વૈષ્ણોદેવી સર્કલ પાસે બે ફ્લેટ અને ધોળકા ખાતે ફાર્મ હાઉસની સ્કીમમાં બે પ્લોટ બુક કરાવ્યા હતા.

સેટલાઇટમાં જોડીયાક આરીષ બિલ્ડીંગમાં રહેતા અને લોખંડના ભંગારની દલાલી કરતા ગીરીશભાઇએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સેટેલાઇટમાં કૃપા સોસાયટીમાં રહેતા મિત ગોપાલભાઇ શાહ અને સેજલ ગોપાલભાઇ શાહ સામે ફરિયાદ નોધાવી છે.

2012માં ગોતામાં રહેતા તેમના મિત્રએ કહ્યું હતું કે સેજલ અને મિતની એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે વી-3 વર્લ્ડ નામની ફ્લેટની સ્કીમ તથા ધોળકા ટિમ્બા ગામ પાસે ફાર્મ હાઉસની સ્કીમ મુકવામાં આવી છે.

જ્યાં ગીરીશભાઇએ બે પ્લોટ બુક કરાવીને ટુકડે ટુકડે 1.26 કરોડ રૂપિયા આપ્યાં હતાં. જોકે આ ચુકવણીની કોઇ જ રિસીપ્ટ આપી ન હતી. સેજલ અને મિતે ડાયરીમાં જ નોંધ્યું હતું.

સાત વર્ષ પછી પણ ઘરનું પઝેશન ન મળતા વૃદ્ધે તેમના રૂપિયા પાછા આપવાનું કહ્યું હતું. જો કે વૃધ્ધને પ્લોટના મળતા રૂપિયાની ઉઘરાણી કરતાં બંન્નેએ ટુકડે ટુકડે 35 લાખ રૂપિયા પરત આપ્યા હતાં. જે પછી ભાઇ બહેને મળવાનું તથા ફોન પર વાત કરવાનું ટાળતા હતા. જેથી હજી ગીરીશભાઇને 91 લાખ રૂપિયા પરત મળ્યાં નથી. આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જે પછી સેજલ અને મિત કે જે બંન્ને ભાઇ બહેન છે તેમણે વળતર સાથે રૂપિયા પરત આપવાની વાત કર્યા બાદ મળવાનું અને ફોન પર વાત કરવાનું પણ બંધ કરી દીધું. આ મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.