Crime/ અમદાવાદ : ઓગણજ-ભાડજ રોડ પર બની લૂંટની ઘટના

શહેરના ઓગણજ-ભાડજ રોડ પર બે રાહદારીઓને ચાલતા પસાર થવું ભારે પડ્યું છે. સંબંધીને મળવા માટે જઈ રહેલા રાહદારીઓને એક લૂંટારુએ પહેલા તો તેમને રોકીને હું પણ મારવાડી ગયો છું તું મને તમાકુ ખવડાવો તેમ કરીને તેની પાસે તમાકુ માંગી. જોકે રાહદારીઓએ તેમની પાસે તમાકુ ન હોવાનું કહેતાં લૂંટારુએ તેને સાઈડમાં બોલેરોમાં તેના સાહેબ બેઠા છે […]

Ahmedabad Gujarat
robbery અમદાવાદ : ઓગણજ-ભાડજ રોડ પર બની લૂંટની ઘટના

શહેરના ઓગણજ-ભાડજ રોડ પર બે રાહદારીઓને ચાલતા પસાર થવું ભારે પડ્યું છે. સંબંધીને મળવા માટે જઈ રહેલા રાહદારીઓને એક લૂંટારુએ પહેલા તો તેમને રોકીને હું પણ મારવાડી ગયો છું તું મને તમાકુ ખવડાવો તેમ કરીને તેની પાસે તમાકુ માંગી. જોકે રાહદારીઓએ તેમની પાસે તમાકુ ન હોવાનું કહેતાં લૂંટારુએ તેને સાઈડમાં બોલેરોમાં તેના સાહેબ બેઠા છે તેમને તમારા ડોક્યુમેન્ટ બતાવવો પડશે તેમ કહીને ઝાડી-ઝાંખરામાં લઇ ગયો અને છરી બતાવીને રૂપિયા 10,000 ભરેલ પર્સની લૂંટ કરી ફરાર થઇ ગયો છે.

મૂળ ઉત્તર પ્રદેશના અમરભાઈ 8મી ફેબ્રુઆરીએ સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ તેના મિત્ર સાથે ચાલતા ચાલતા સબંધીને મળવા માટે ઓગણજ સર્કલથી ભાડજ સર્કલ તરફ જતા હતા. આ દરમિયાન ભાડજ સર્કલ નજીક એક લૂંટારુએ તેમને રોકીને કહ્યું કે હું પણ મારવાડી ગયો છું તમે મને તમાકુ ખવડાવો તેમ કરીને તેની પાસે તમાકુ માંગી. જોકે રાહદારીઓએ તેની પાસે તમાકુ ન હોવાનું કહેતાં લૂંટારુએ તેને સાઈડમાં બોલેરોમાં તેના સાહેબ બેઠા છે તેમને તમારા ડોક્યુમેન્ટ બતાવવો પડશે તેમ કહીને લઇ ગયો હતો. બંને રાહદારીઓને બોલેરો ગાડીમાં કોઈ બેઠેલું નજરે પડ્યું ન હતું. જોકે ગાડી પાસે પહોંચતા જ આ લૂંટારુએ રાહદારીઓને ગાળો આપીને ગડદાપાટુનો માર મારીને કહ્યું હતું કે તમારી પાસે જે હોય તે મને આપી દે ને, નહીંતર તો તારું મર્ડર કરી નાખીશ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…