ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

અદાણી ટોટલ ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને પરિણામે અમદાવાદ, ખેડા, બરવાળા, સુરેન્દ્રનગરના અદાણી ગેસના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં સીએનજીના કિલોદીઠ ભાવ વધીને રૂા. 54.95 થઈ ગયા છે.

Ahmedabad Gujarat
a 254 પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણીએ CNG અને PNGના ભાવમાં કર્યો આટલો વધારો

સમગ્ર દેશમાં સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સિવાય અદાણીએ પણ ગેસની કિંમતોમાં વધારો કરતાં મધ્યમ વર્ગના ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. અદાણી ગેસના આ નિર્ણયથી ગુજરાતમાં CNGના 4 લાખ અને PNGના 10 લાખ ગ્રાહકોનો ખર્ચ વધી જશે.

અદાણી ટોટલ ગેસ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને પરિણામે અમદાવાદ, ખેડા, બરવાળા, સુરેન્દ્રનગરના અદાણી ગેસના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં સીએનજીના કિલોદીઠ ભાવ વધીને રૂા. 54.95 થઈ ગયા છે.

અમદાવાદમાં સીએનજીમાં ભાવ 53.67 રૂપિયે કિલોથી વધારીને 54.62 રૂપિયા કરાયો.  ખેડા, સુરેન્દ્રનગર, બરવાળા અને નવસારીમાં હવે કિલોએ 54.46 રૂપિયા આપવા પડશે. ઉલ્લેખનીય છે કે અદાણીએ CNGમાં કિલોદીઠ 95 પૈસાનો  વધારો કર્યો છે. અદાણી CNGનો ભાવ વધીને રૂ. 54.62 થયો છે. આ પહેલાં પણ 30 જાન્યુઆરીના CNGમાં રૂ.1નો ભાવવધારો કંપનીએ કર્યો હતો. આ સાથે PNGના ભાવમાં કિલોદીઠ રૂ. 1.29નો વધારો કંપનીએ કર્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવની સાથે આ વધારો લોકોને માટે મુશ્કેલી વધારનારો સાબિત થઈ રહ્યો છે.

અમદાવાદમાં સીએનજીના ભાવમાં કિલોએ 95 પૈસાનો વધારો કર્યો છે.  અત્યાર સુધી તે 53.67 રૂપિયે કિલો મળતા હતા પરંતુ હવે સીએનજીનો નવો ભાવ હવે 54.62 રૂપિયે કિલો થઈ ગયો છે. ખેડા, સુરેન્દ્રનગર, બાવળા અને નવસારીમાં કંપનીએ સીએનજીનો ભાવ 53.51 રૂપિયાથી વધારીને 54.46 રૂપિયા કરી દીધો છે. આ નવા ભાવ (ટેક્સ સાથે) 17 ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો હોવાનું કંપનીની વેબસાઈટ પર જણાવાયું છે.

આ જ રીતે સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના રૂપિયા 27.77ના ભાવે વેચાતો પીએનજીનો ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 29.06 થઈ ગયો છે. તદુપરાંત તેના પર અમદાવાદમાં ટેક્સ પણ લગાવવામાં આવશે. નવસારી વિસ્તારના અદાણી ગેસના ગ્રાહકોને માથે પણ નવા ભાવ વધારાને પરિણામે ખર્ચ બોજ વધશે. ગુજરાતમાં 10 લાખથી વધારે વાહનો સીએનજી પર ચાલતા હોવાનો અંદાજ છે.