AHMEDABAD NEWS/ અમદાવાદ એરપોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેઇલથી આપવામાં આવી હતી. આના પગલે પોલીસની ટીમ એરપોર્ટ પર દોડી આવી છે અને તેણે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 70 2 અમદાવાદ એરપોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઇ-મેઇલથી આપવામાં આવી હતી. આના પગલે પોલીસની ટીમ એરપોર્ટ પર દોડી આવી છે અને તેણે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા 12 મેના રોજ અજાણ્યા ઇ-મેઇલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું હતું.

પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવ્યું હતું. બંને પાકિસ્તાનીઓના ફેસબુક તેમજ અન્ય સોશિયલ મિડીયા એકાઉન્ટની વિગતો પણ સામે આવી હતી. ગત 6મેના રોજ અમદાવાદની 36 જેટલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલ આવ્યા હતા. જેના પગલે સ્થાનિક પોલીસ સાથે બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ ઉપરાંત, વિવિધ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે  સ્કૂલોમાં તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નહોતી.

આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી હતી. જેમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ સહિતની ટીમ દ્વારા ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંધલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે  ઇ-મેઇલનું પાકિસ્તાન કનેક્શન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સાતમી મેએ અમદાવાદમાં મતદાન હોવાથી ભય ફેલાવવાના ઇરાદે આ ઇ-મેઇલ પાકિસ્તાનના ફૈસલાબાદથી આર્મી કેન્ટોન્મેન્ટમાંથી કરાવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી