છબરડો/ એમજીવીસીએલ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી દ્વારા આડેધડ બિલ બનાવવાનો છબરડો

આંક મુજબ વીજ બિલ બનાવતા ₹ ૩૪૭/- જેટલું વીજ બિલ આવ્યું હતું. આમ મીટર રીડરની ભૂલને કારણે વીજ ગ્રાહકના વીજ બીલમાં પાંચ હજાર રૂપિયાની ખોટી ચુક જોવા મળી હતી

Gujarat
12 એમજીવીસીએલ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મી દ્વારા આડેધડ બિલ બનાવવાનો છબરડો

કાલોલ તાલુકા વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ૨૪ કલાક વીજળી આપવામાં આવતી હોય છે.આ એમજીવીસીએલ દ્વારા વિભાગીય ગામોમાં વીજળીના મીટરમાં રીડીંગ કરીને વીજ બિલ આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મીઓને સોંપવામાં આવી છે. જે મુજબ કોન્ટ્રાક્ટ કર્મીઓ ગામમાં વીજ વપરાશ ધરાવતા ગ્રાહકોના ઘેર ઘેર ફરીને મીટર રીડીંગ કરી એમજીવીસીએલ દ્વારા ફાળવવામાં આવેલા મીટર રીડીંગ પર દર્શાવેલ વપરાશ આંક સાથે કંપનીના યુનિટ દર મુજબ વીજ બિલ બનાવીને આપવામાં આવે છે.જેમાં અવાર-નવાર છબરડાઓ થતા હોવાની ઘટનાઓ પણ સામે આવે છે.આવી જ એક ઘટના તાજેતરમાં કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં જોવા મળી આવી હતી.

આ ગામમાં રહેતા ફુલસિંહ રણછોડભાઈ સોલંકીના ઘરે ગત બુધવારના રોજ વીજ બિલ બનાવવા માટે આવેલી કોન્ટ્રાકટની એક યુવતીએ ₹ ૫૩૩૬/- જેટલું બીજ બિલ બનાવીને આપ્યું હતું જે પાછલા બિલોની સરખામણીમાં અનેક ગણું વધારે હોવાથી મકાન માલિકે ગુરુવારે પોતાના મીટર રીડીંગ આંકનો મોબાઈલ માં ફોટો પાડીને કાલોલ એમજીવીસીએલ કચેરીમાં વીજ બિલ વિભાગમાં પહોંચ્યા હતા. જયાં કચેરી માં પોતાના મીટર રીડીંગનો ફોટો બતાવી હકીકત મુજબના યુનિટ વપરાશના આંક મુજબ વીજ બિલ બનાવતા ₹ ૩૪૭/- જેટલું વીજ બિલ આવ્યું હતું. આમ મીટર રીડરની ભૂલને કારણે વીજ ગ્રાહકના વીજ બીલમાં પાંચ હજાર રૂપિયાની ખોટી ચુક જોવા મળી હતી. આવી ભુલચુકના એક દાખલાને કારણે એમજીવીસીએલ વિભાગના બીલ ફાડતા અને ગ્રાહકોની સાથે છબરડા કરતા કોન્ટ્રાક્ટ મીટર રીડરોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.