Not Set/ અમદાવાદ : AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મણીનગરની રાજભગત શાળામાં હોબાળો

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર કલાર્કની ભરતી માટે પરીક્ષા આજ રોજ આમદવાદની વિવિધ શાળાઓમાં યોજવામાં આવી છે. આ પરીક્ષામાં મણિનગર ખાતે આવેલી રાજભગત શાળા ખાતે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચારવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને અન્ય પરિક્ષાર્થી દ્વારા શાળા કેમ્પસ માં હોબાળો મચાવવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ આજે મણિનગરની રાજભગત શાળામાં ચાલી […]

Top Stories Ahmedabad Gujarat Videos
amc અમદાવાદ : AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મણીનગરની રાજભગત શાળામાં હોબાળો

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા જુનિયર કલાર્કની ભરતી માટે પરીક્ષા આજ રોજ આમદવાદની વિવિધ શાળાઓમાં યોજવામાં આવી છે. આ પરીક્ષામાં મણિનગર ખાતે આવેલી રાજભગત શાળા ખાતે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચારવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને અન્ય પરિક્ષાર્થી દ્વારા શાળા કેમ્પસ માં હોબાળો મચાવવાની ઘટના સામે આવી છે.

મળતી વિગતો મુજબ આજે મણિનગરની રાજભગત શાળામાં ચાલી રહેલી AMC જુનિયર ક્લાર્ક ની ભરતી ની પરીક્ષા દરમિયાન પરીક્ષમાં સુપરવાઈઝર દ્વારા એક પરીક્ષાર્થીને પેપર લખવાનો  આરોપને લઈને અન્ય પરિક્ષાર્થીઑ દ્વારા કેમ્પસમાં હોબાળો મચાવ્યાંની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ બોલાવાની ફરજ પડી હતી ઉલ્લેખનિય છે કે એએમસીમાં ખાલી પડેલી 434 સહાયક જુનિયર કલાર્કની ભરતી માટે આ પરીક્ષા યોજવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.