Not Set/ અમદાવાદ/ જાણો કયા મોટા અધિકારીએ માંગી લાંચ અને ઝડપાયા ACBના સકંજામાં …?

અમદાવાદ ખાતે  ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ના વિતરણ સાથે સંકળાયેલા એક અધિકારી લાંચ લેતા ACB ના ઝટકામાં આબાદ ઝડપાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના એક જાગૃત નાગરિક દ્વારા સરકારમાં ઈકોનોમીકલી વિકર સેકસન હેઠળ ફાળવવામા આવતા આવાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ  સાથે હાઉસીંગ વિભાગ માં અરજી કરેલી હતી. અરજી કર્યા બાદ આવાસની ફાળવણી ના થતાં […]

Top Stories Ahmedabad Gujarat
rajkot 1 અમદાવાદ/ જાણો કયા મોટા અધિકારીએ માંગી લાંચ અને ઝડપાયા ACBના સકંજામાં ...?

અમદાવાદ ખાતે  ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન ના વિતરણ સાથે સંકળાયેલા એક અધિકારી લાંચ લેતા ACB ના ઝટકામાં આબાદ ઝડપાઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના એક જાગૃત નાગરિક દ્વારા સરકારમાં ઈકોનોમીકલી વિકર સેકસન હેઠળ ફાળવવામા આવતા આવાસ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ  સાથે હાઉસીંગ વિભાગ માં અરજી કરેલી હતી. અરજી કર્યા બાદ આવાસની ફાળવણી ના થતાં ફરીયાદીએ હાઉસીંગ બોર્ડની ઓફીસમાં તપાસ કરવા ગયા હતા.

ત્યારે તેમને આક્ષેપીત આરોપી સોલંકી મનોજકુમાર જયંતિલાલ ડે.સિટી  એન્જિનીયર  આ નાગરિક ને હાઉસીંગ બોર્ડ ની ઓફીસે મળેલા અને પોતાની ઓળખાણથી તેઓ આ કામ કરાવી શકે છે તેવુ જણાવી રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે પેટે ફરીયાદી એ રૂ.૨,૫૦,૦૦૦/- આપી દીધેલા પરંતુ કામ નહિ થવાને કારણે ફરીયાદીના ફોન ઉપાડવાનું  બંધ કર્યું હતું.

ત્યારબાદ થોડા ટાઈમ પછી ફરીયાદી નો સંપર્ક કરી રૂ૮,૦૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરેલી જે લાંચની રકમ ફરીયાદી આપવા ના માંગતા હોઈ એસીબી નો સંપર્ક કરતાં આખે આખું લંચનું પ્રકરણ પકડાયું હતું.  છટકાનું આયોજન કરતાં આરોપીએ  માંગેલ લાંચ પૈકી રૂ.૧,૦૦,૦૦૦/-ની લાંચ સ્વિકારતા ઝડપી ગયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.