Not Set/ 6 કિલો ગાંજા સાથે સરખેજ SOG ક્રાઇમે ઇસમની કરી ધરપકડ

ગુજરાતનું અમદાવાદ શહેર હવે ધીમે ધીમે ક્રાઇમનો અડ્ડો બનતુ જઇ રહ્યુ હોયો તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Gujarat
ગરમી 165 6 કિલો ગાંજા સાથે સરખેજ SOG ક્રાઇમે ઇસમની કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ગુજરાતનું અમદાવાદ શહેર હવે ધીમે ધીમે ક્રાઇમનો અડ્ડો બનતુ જઇ રહ્યુ હોયો તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, અમદાવાદની સરખેજ એસ.ઓ.જી ક્રાઇમે ગાંજાનાં જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે.

ચોર પકડવો કે ખિસ્સું ભરવુ?: બાપુનગર PSI નો બફાટ, ચોરોને લોકઅપમાં પૂરી દઇશું તો અમારા ઘર કેવી રીતે ચાલશે?

આપને જણાવી દઇએ કે, એસ.ઓ.જી ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીનાં આધારે રખિયાલ બેનર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટનાં નાકા પાસેથી મોહમ્મદ આસિફ, મોહમ્મદ કુરેશી નામનાં 22 વર્ષીય યુવકને ઝડપી પાડયો હતો. આ યુવક રખિયાલનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તેમજ તેના પાસેથી એસ.ઓ.જી ક્રાઈમ ટીમે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. યુવક પાસેથી 64 હજારથી વધુની કિંમતનો 6 કિલો 402 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ 94 હજાર 520 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેક્સિન કિંગ / અદાર પૂનાવાલાએ લંડનમાં ભાડે લીધી હવેલી, અઠવાડિયાનું ચૂકવશે 50 લાખ રૂપિયા ભાડું

એસ.ઓ.જી કાયમી પકડાયેલા આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે, તેનો મોટો ભાઈ મોહમદ આરીફ કુરેશી અગાઉ અડાલજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનાં ગુનામાં એટલે કે ડ્રગ્સનાં ગુનામાં પકડાયો હતો. જેને એસ.ઓ.જી ક્રાઈમે જ ભુજની જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યારે તે જ આરોપીનો નાનો ભાઈ પણ ડ્રગ્સનાં ગુનામાં પકડતા ભાઈનાં પગલા પર ચાલવાનું તેને ભારે પડ્યું છે. અત્યારે હાલ તો એસ.ઓ.જી ક્રાઈમને આ સમગ્ર મામલે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ