Not Set/ અમદાવાદ કોર્પોરેશન દ્વારા યાદી તૈયાર,  આટલા હજાર હેલ્થ વર્કર્સને આપવામાં આવશે કોરોનાની રસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે આગામી એક અઠવાડિયાની અંદર કોરોનાના વેક્સિન આવી જશે. આ વેક્સિન આપવા માટે તાજી દરેક રાજ્યના શહેરોને અગાઉથી તૈયારી માટેની સૂચના

Ahmedabad Gujarat
corona અમદાવાદ કોર્પોરેશન દ્વારા યાદી તૈયાર,  આટલા હજાર હેલ્થ વર્કર્સને આપવામાં આવશે કોરોનાની રસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી હતી કે આગામી એક અઠવાડિયાની અંદર કોરોનાના વેક્સિન આવી જશે. આ વેક્સિન આપવા માટે તાજી દરેક રાજ્યના શહેરોને અગાઉથી તૈયારી માટેની સૂચના આપી દેવામાં આવી હતી. કોર્પોરેશનના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કુલ ચાર તબક્કામાં આ વ્યક્તિને આપવામાં આવશે જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને આ રસી આપવામાં રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 40 હજાર જેટલા કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવશે.

પરંતુ પ્રથમ તબક્કા માટેની યાદીમાં 8500 જેટલા ડોક્ટર્સ તેમજ હેલ્થ વર્કર્સનો સમાવેશ થાય છે. તેમજ આ વેક્સિન આપવા માટે કો-વિન નામની એપ્લીકેશન બનાવવામાં આવી છે. આગામી અઠવાડિયે જ્યારે વેક્સિંગ આવી જશે ત્યારે સૌથી પહેલા કોરોના સામે ફાયર ફાઇટર તરીકે કામગીરી કરી રહેલા આરોગ્ય કર્મચારી તેમજ ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રાથમિકતા આપી અને રસી આપવા માટેની યાદી તૈયાર કરવામાં આવી છે. સરકાર દ્વારા અગાઉથી જાહેર કરવામાં આવેલી નિર્દેશિકાને અનુસરીને કોરોનાની રસી આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કર ની યાદી તૈયાર કરી અને આપી દેવામાં આવી છે, આગામી દિવસોમાં અન્ય ફ્રન્ટલાઈન વોરિયર્સની યાદી પણ તૈયાર કરવામાં આવશે. આ યાદીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સફાઈ કામદાર, એએમટીએસ અને બીઆરટીએસના બસ ના કર્મચારીઓ અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓ અને બાદમાં આમ જનતાને રસી આપવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…