Not Set/ અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીમાં 23-ફેબ્રુઆરીએ ભાજપનો ભવ્ય વિજય થયો. સામાન્યસંજોગોમાં ચૂંટણી પછીના ટૂંક જ સમયમાં કોર્પો.ની વિવિધ કમિટીની રચના થાય છે.

Ahmedabad Gujarat
A 243 અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની ચૂંટાયેલી ભાજપની પાંખ અને કોર્પો.વિપક્ષના નેતાની નિમણૂક મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં વિલંબ થયો છે. જો કે કોર્પો.માં સત્તાધીશ પાંખ ભાજપ દ્વારા ચૂંટણી પછી આજદિન સુધી વિલંબમાં પડેલી વિવિધ 12 કમિટીની નિયુક્તિ આગામી 28-મે-એ ઓનલાઇન પદ્ધતિથી થશે. આ હેતુ કોર્પોરેશનમાં ચૂંટાયેલાં કોર્પોરેટરો પોતાના ગોડફાધર પાછળ વ્યસ્ત બન્યા છે. બીજીબાજુ કોંગ્રેસમાં એક માત્ર વિપક્ષના નેતાની નિયુક્તિ મુદ્દે પણ વિલંબ થયો છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની ચૂંટણીમાં 23-ફેબ્રુઆરીએ ભાજપનો ભવ્ય વિજય થયો. સામાન્યસંજોગોમાં ચૂંટણી પછીના ટૂંક જ સમયમાં કોર્પો.ની વિવિધ કમિટીની રચના થાય છે. પરંતુ આ ચૂંટણી પછી કોરોના મહામારી સાથે ભાજપમાં પણ આંતરિક મહામારીના કારણે ત્રણ મહિના પછી પણ હજી કમિટીની રચના થઇ શકી નથી.

આ પણ વાંચો :વાટાવચછની બોર્ડરથી ૩ કરોડની ખનીજ ચોરી ઝડપાઇ, પોલીસે ત્રણ મશીન કબજે કર્યા

દરમિયાન હવે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કોર્પો.ની મહત્વની રહેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી (એએમટીએસ) સહિત વિવિધ 12 કમિટીની રચના 28-મે-એ થશે. કોર્પો.માં એએમટીએસ ઉપરાંત પાણીપુરવઠા, માર્ગ-મકાન, સુએઝ, આરોગ્ય, રીક્રીએશન, ટાઉનપ્લાનીંગ, હાઉસીંગ, રેવન્યુ, લીગલ, મટીરીટલ એન્ડ મેનેજમેન્ટ અને મહિલા-બાળવિકાસ સહિતની કમિટીની રચના કરાશે.

આ પણ વાંચો : વડોદરા રેલ્વે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

કમિટીમાં સ્થાન મેળવવા કોર્પોરેટરોએ પોતાના ગોડફાધર પાછળ દોટ મૂકી તેમની સાથે મસલત કરવામાં કોર્પોરેટરો વ્યસ્ત બન્યા છે. બીજીબાજુ જોઇએ તો કોંગ્રેસમાં પણ વિપક્ષના નેતાની નિયુક્તિ વિલંબમાં પડી છે. કોંગ્રેસના આંતરકલહના કારણે હજી સુધી વિપક્ષના નેતાની નિમણૂક થઇ શકી નથી. અગાઉ ભાજપ પ્રોરેટા પ્રમાણે વિપક્ષને સ્થાન આપતું હતું , પરંતુ કોંગ્રેસના આંતરકલહનો લાભ લઇ ભાજપે પ્રોરેટા બંધ કરતાં માત્ર વિપક્ષના નેતાનું સ્થાન જ બાકી રહે છે. હાલ કોર્પો.માં નવી ચૂંટાયેલી પાંખમાં 192 કોર્પોરેટરમાંથી 160 કોર્પોરેટર ભાજપના છે , ત્યારે કમિટીમાં કોને સ્થાન મળશે તેની કવાયત ભાજપમાં ચાલી છે..તો કોંગ્રેસમાં વિપક્ષના નેતાનો તાજ કોને પહેરાવાશે , એના પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો :સુરતમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ૨૦૦ ટન વૃક્ષના લાકડાને સ્મશાનમાં અપાશે

kalmukho str 16 અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો