AHMEDABAD NEWS/ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જબરજસ્ત સફળતા મળી છે. ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કુરિયરના માધ્યમથી ડ્રગ્સનો વેપલો ચલાવતા હતા. આ નવી જ મોડસ ઓપરેન્ડીથી ચાલતા ડ્રગ્સના વેપલાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 01T095241.890 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો

Ahmedabad News: અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જબરજસ્ત સફળતા મળી છે. ડ્રગ્સ માફિયાઓએ (Drugs Mafia) ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે કુરિયરના માધ્યમથી ડ્રગ્સનો વેપલો ચલાવતા હતા. આ નવી જ મોડસ ઓપરેન્ડીથી ચાલતા ડ્રગ્સના વેપલાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (AhmedabaD Crime Branch) કુરિયરથી ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અંદાજે સવા કરોડ રૂપિયાની કિંમતના વિદેશમાંથી આયાત થયેલા હાઇબ્રીડ ગાંજાને ઝડપ્યો છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ્સ તેમજ એકસાઇઝ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડ પકડી પાડ્યું છે. અમદાવાદના શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સની હેરાફેરાનું કૌભાંડ ઝડપાયું છે. આ ગાંજાને રમકડા, ચોકોલેટ, લંચબોક્સ અને વિટામિનની કેપ્સ્યુલ્સમાં છૂપાવવામાં આવ્યો હતો.

બેંગકોક, કેનેડા અનેરશિયાથી ઓનલાઇન કુરિયરમાં ડ્રગ્સ આવતું હતું. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ડ્રગ્સની ડિલિવરીના પુરાવા મળ્યા. ડ્રગ્સ માફિયાઓ રમકડામાં તથા વિટામિન કેપ્સ્યુલ્સમાં ભરીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. ટીનેજર્સ અને યુવાધનને બરબાદ કરવાનું મસમોટું કૌભાંડ બેનકાબ થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ધરપકડની કવાયત હાથ ધરી છે.

આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોસ્ટ વિભાગને પણ જણાવ્યું છે કે આ પ્રકારના ડ્રગ્સના પાર્સલની શંકાસ્પદ હેરફેર પર તે નજર રાખે. કોઈપણ પાર્સલ જો તેને શંકાસ્પદ લાગે અથવા તો તેમા જરા પણ તકલીફ જેવું લાગે તો તે તરત જ પોલીસ વિભાગનું ધ્યાન દોરે. આ પાર્સલ ડ્રગ્સનું હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આમ પોલીસે ડ્રગ્સના કારોબારીઓના વધુ એક રૂટને પકડી પાડતા હવે તેમને નવો રૂટ શોધવાની ફરજ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના