Not Set/ જમ્મુ કાશ્મીર મંત્રીમંડળમાં ફેરફાર, આ નેતાએ લીધા નવા નાયબ સીએમના શપથ

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીના કેબિનેટમાં સોમવારે મોટા ફેરફાર થયા છે. જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહના રાજીનામા બાદ સોમવારે ભાજપના ધારાસભ્ય અને જમ્મુ કાશ્મીર વિધાનસભાના સ્પીકર રહેલા કવિંદર ગુપ્તાએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઇને નાયબ મુખ્યમંત્રી પદની કમાન સંભાળી છે. Jammu: Gandhinagar MLA Kavinder Gupta takes oath as minister in Jammu and Kashmir Government. He […]

Top Stories
kavinder 1525070257 જમ્મુ કાશ્મીર મંત્રીમંડળમાં ફેરફાર, આ નેતાએ લીધા નવા નાયબ સીએમના શપથ

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીના કેબિનેટમાં સોમવારે મોટા ફેરફાર થયા છે. જમ્મુ કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી નિર્મલ સિંહના રાજીનામા બાદ સોમવારે ભાજપના ધારાસભ્ય અને જમ્મુ કાશ્મીર વિધાનસભાના સ્પીકર રહેલા કવિંદર ગુપ્તાએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઇને નાયબ મુખ્યમંત્રી પદની કમાન સંભાળી છે.

મહેબુબા મુફ્તીના મંત્રીમંડળમાં સોમવારે 8 નવા મંત્રીઓએ શપથ લીધા છે. કવિંદર ગુપ્તા બાદ પીડીપીના ધારાસભ્ય મહંમદ ખલીક અને અશરફ મીરે મંત્રીપદના શપથ લીધા. ત્યાર બાદ ભાજપ તરફથી કઠુઆના ધારાસભ્ય રાજીવ જસરોટિયા, સતપાલ શર્મા અને સુનીલ શર્માએ પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.

કંવિદર ગુપ્તા ત્રણ વર્ષોથી જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર રહ્યા છે અને જમ્મુના મયેર પણ રહ્યા છે. 2014ની વિધાનસભા ઇલેકશનમાં ગાંધીનગર વિધાનસભા સીટથી ઇલેકશન લડ્યું હતું અને તો પહેલીવાર ધારા સભ્ય બન્યાં હતા.

પીડીપી ક્વોટામાંથી મોહમંદ અશરફ મીર અને મોહંમદ ખલીલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અશરફ મીર સોનવર અને ખલીલ પુલવામાના ધારાસભ્ય છે.