Not Set/ અમદાવાદ/ દીકરીએ જ જનેતાને બંધક બનાવી, માર્યો માર

અમદાવાદના શાહીબાગ પાસેના એપાર્ટમેન્ટમાં એક દીકરી દ્વારા પોતાની જ જનેતાને બંધક બનાવી માર મારવાની ઘટના સામે આવી છે. આ અંગે તેના ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરાને ચિંતા થવા લાગી અને અમદાવાદ પોલીસ પાસે મદદ માંગી હતી. પોલીસ કન્ટ્રોલરૂમમાં વિદેશથી આવેલા ફોન અંગે ગણતરી મિનિટમાં માધુપુરા પોલીસને જાણ કરવામાં આવી અને માધુપુરા પોલીસ સ્ટેશનની શી  ટીમ અને ડીસ્ટાફના […]

Ahmedabad Gujarat
અમદાવાદ 1 અમદાવાદ/ દીકરીએ જ જનેતાને બંધક બનાવી, માર્યો માર

અમદાવાદના શાહીબાગ પાસેના એપાર્ટમેન્ટમાં એક દીકરી દ્વારા પોતાની જ જનેતાને બંધક બનાવી માર મારવાની ઘટના સામે આવી છે. આ અંગે તેના ઓસ્ટ્રેલિયામાં રહેતા દીકરાને ચિંતા થવા લાગી અને અમદાવાદ પોલીસ પાસે મદદ માંગી હતી.

પોલીસ કન્ટ્રોલરૂમમાં વિદેશથી આવેલા ફોન અંગે ગણતરી મિનિટમાં માધુપુરા પોલીસને જાણ કરવામાં આવી અને માધુપુરા પોલીસ સ્ટેશનની શી  ટીમ અને ડીસ્ટાફના પોલીસ કર્મીઓએ સમય સુચકતા દાખવી ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાનો જીવ બચાવી લીધો હતો.

સુત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસની ટીમ જ્યારે બંધક બનાવેલી વૃદ્ધાને બચાવવા પહોંચી ત્યારે એપાર્ટમેન્ટનો દરવાજો અંદરથી બંધ હતો. જેથી મહિલા પોલીસની ટીમે દરવાજો ખખડાવીને અંદરથી દરવાજો ખોલવા માટે જણાવ્યુ હતુ. પરંતુ પોલીસ હોવાની જાણ થતા અંદર રહેલી યુવતીએ પોલીસને ઘમકી આપી કે જો તમે અંદર આવશો તો તે વૃદ્ધાને ચાકુથી મારી નાંખશે.

યુવતીની આ ધમકીને કારણે પોલીસે ખાસ યુક્તિ અજમાવવાની ફરજ પડી હતી. જેથી આ યુવતીને અન્ય મહિલા પોલીસે તેની સાથે વાતોમાં વ્યસ્ત કરી દીધી હતી. બીજી તરફ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફે ફાયરબ્રિગેડને જાણ કરીને એપાર્ટમેન્ટના પાછળના દરવાજા પર ફાયરબ્રિગેડની સીડી મુકીને પહોંચ્યા હતા. ત્યાર બાદ પોલીસની ટીમે અંદર પહોંચી યુવતીને ઝડપી લીધી હતી.

જ્યારે પોલીસે બંધક બનાવેલી વૃદ્ધાને બચાવી લીધી હતી. આ વૃદ્ધાનું વજન ખૂબ વધુ હોવાથી તેઓ સ્વબચાવ કરી શકે તેમ નહોતા. આખરે પોલીસે આ મામલે તપાસ કરતા યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાની જાણ થઇ હતી. જેને કારણે યુવતીને તાત્કાલિક માનસિક રોગની સારવાર માટે મોકલી આપી હતી. જ્યારે વૃદ્ધાને તેના અન્ય એક સ્વજનને ત્યાં મોકલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.