DRIની કાર્યવાહી/ અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત

ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરી હતી અને અંદાજે સાત કરોડની સોપારી ઝડપી પાડીને મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરી છે. 

Top Stories Gujarat
4 14 અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત
  • અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,
  • દુબઇથી આવતી અંદાજે સાત કરોડની સોપારી કબ્જે કરી,
  • કસ્ટમ ડ્યુટી ચોરી ગેરકાયદે સ્મગલિંગ કરવાનો હતો કારસો,
  • સોપારી કાંડનો સૂત્રધાર પણ પકડાયો

અમદાવાદના ડીઆરઆઇએ સપાટા બોલાવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. ચૈન્નાઇ અને બેંગ્લોરમાં પણ અમદાવાદના ડીઆરઆઇએ સપાટો બોલાવતા ગુનગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ દાણચોરીના કિસ્સો ખુબ વધી રહ્યા છે. આવા સ્મગલરોને પકડવા માટે ડીઆરઆઇ ખુબ સારું કામ કરી રહી છે. દુબઇથી આવતી અંદાજે સાત કરોડની સોપારી ડીઆરઆઇએ કબજે કરી છે.

ઉલ્લેખનીય છે કે ગેરકાયદે ચોરી કરી કસ્ટમ  ડયુટીની ચોરી કરવાનો કારસો હતો. આ કેસમાં ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરી હતી અને અંદાજે સાત કરોડની સોપારી ઝડપી પાડીને મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરી છે.