આગ/ અમદાવાદ: સીટીએમ પાસે આઇ 20 કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ

અમદાવાદના સિટીએમ ચાર રસ્તા સોમવારની મોડી સાંજે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આઈ 20 કારમાં અચાનક આગ ફાટી નીકળતા કાર અધ વચ્ચે જ રોકીને કાર ચાલકે પોતાનો જીવ બચાવ્યો હતો.   સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ બનતા ટળી હતી. રોડ ઉપર કારમાંથી નીકળી રહેલા ધુમાડાને આસપાસનાં ઉભેલા લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં તેને શૂટ કર્યા હતા. […]

Ahmedabad Gujarat
IMG 20210621 205521 અમદાવાદ: સીટીએમ પાસે આઇ 20 કારમાં લાગી આગ, કોઈ જાનહાની નહિ

અમદાવાદના સિટીએમ ચાર રસ્તા સોમવારની મોડી સાંજે કારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આઈ 20 કારમાં અચાનક આગ ફાટી નીકળતા કાર અધ વચ્ચે જ રોકીને કાર ચાલકે પોતાનો જીવ બચાવ્યો હતો.

 

સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ બનતા ટળી હતી. રોડ ઉપર કારમાંથી નીકળી રહેલા ધુમાડાને આસપાસનાં ઉભેલા લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં તેને શૂટ કર્યા હતા. ફાયર બ્રિગેડને સમગ્ર મામલા વિશે જાણ કરાતા તેમણ સળગી રહેલી કાર ઉપર પાણીનો મારો ચલાવીને આગ ઉપર નિયંત્રણ મેળવ્યો હતો.

બનાવને પગલે થોડી વાર માટે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, આગ કાબુમાં આવી ગયા બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવાયો હતો. ગાડીમાં આગ ક્યાં કારણસર લાગી તે અંગેનું સચોટ કારણ હજી બહાર આવી શક્યું નથી.