Not Set/ અમદાવાદ/ રાજપથ ક્લબે નવરાત્રીનાં આયોજનને લઇને લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઇને રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યાં છે. કોરોનાનાં કારણે ઘણા ગરબા આયોજકો પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ આ વર્ષે ગરબાનું આયોજન કરશે નહી ત્યારે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે થતા ગરબાનું આયોજનને લઇને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કારણે […]

Ahmedabad Gujarat
f90a0dc8d74feccd3a3c33d7606fb8b5 અમદાવાદ/ રાજપથ ક્લબે નવરાત્રીનાં આયોજનને લઇને લીધો મોટો નિર્ણય
f90a0dc8d74feccd3a3c33d7606fb8b5 અમદાવાદ/ રાજપથ ક્લબે નવરાત્રીનાં આયોજનને લઇને લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઇને રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યાં છે. કોરોનાનાં કારણે ઘણા ગરબા આયોજકો પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ આ વર્ષે ગરબાનું આયોજન કરશે નહી ત્યારે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે થતા ગરબાનું આયોજનને લઇને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં કારણે આ વર્ષે રાજપથ ક્લબમાં પણ આયોજનને ટાળવામાં આવ્યુ છે. આ અંગે રાજપથ ક્લબનાં જનરલ મેનેજર અમિત પટેલ જણાવ્યું કે, દેશહિતમાં અમે આ નિર્ણય લીધો છે અને ખેલૈયાઓને પણ અપીલ કરી છે કે એક વર્ષ ગરબા રમવા નહિ કારણ કે મોટા પાયે અહીં ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે જો થોડા માણસને પણ કોરોના હોય તો મોટી સંખ્યામાં આ સંક્રમણ વધી શકે છે. સરકાર ગરબાનાં આયોજનની મંજૂરી આપશે તો પણ અમે નહીં કરીએ. અમે સમગ્ર કમિટિએ સાથે બેસીને નક્કી કર્યું છે કે, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ એક વર્ષ રાજપથ ક્લબમાં ગરબાનું આયોજન નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કોરોના મહામારીએ લોકોનાં મનમાં એક ડરનો માહોલ પૈદા કરી દીધો છે. રોજ દેશભરમાં 90 હજારને પાર કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં જો નવરાત્રીનું મોટા પાયે આયોજન આ મહામારીને વધુ વેગ આપવા બરાબર સાબિત થઇ શકે તેમ છે. ત્યારે આવ ઘણા મુદ્દાઓને સમજી આ વર્ષે ઘણા આયોજકોએ નવરાત્રીનાં આયોજનને ટાળવાનું નક્કી કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.