Not Set/ અમદાવાદ : ગુજરાત મોડલ પર લાગ્યો કલંક, વિદેશી યુવતીની જાહેરમાં કરાઇ છેડતી

વસ્ત્રાપુરમાં ડ્રાઈવ ઇન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતીનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જેની ફરિયાદનાં આધારે વસ્ત્રાપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ કાર્યવાહી તેજ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અન્ના મારિયા નામની એક યુવતી, ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. અને, છેલ્લા ઘણા સમયથી તે ડ્રાઈવ ઇન રોડ વિસ્તારમાં રહે છે. ગઈ કાલે મોડી […]

Ahmedabad Top Stories Gujarat
GettyImages 487729465202 અમદાવાદ : ગુજરાત મોડલ પર લાગ્યો કલંક, વિદેશી યુવતીની જાહેરમાં કરાઇ છેડતી

વસ્ત્રાપુરમાં ડ્રાઈવ ઇન સિનેમા પાસે એક વિદેશી યુવતીની છેડતીનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. જેની ફરિયાદનાં આધારે વસ્ત્રાપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ કાર્યવાહી તેજ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, અન્ના મારિયા નામની એક યુવતી, ઈટલીથી અમદાવાદમાં અભ્યાસ કરવા માટે આવી છે. અને, છેલ્લા ઘણા સમયથી તે ડ્રાઈવ ઇન રોડ વિસ્તારમાં રહે છે.

ગઈ કાલે મોડી સાંજે જ્યારે આ ઇટાલિયન યુવતી, રોડ પરથી પસાર થઇ રહી હતી ત્યારે બાઇક પર સવાર થઈ રહેલ એક અજાણ્યા યુવકે વિદેશી યુવતી સાથે શારીરિક છેડછાડ કરી હતી. છેડતી કર્યા બાદ આરોપી શખ્સ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આ વાતની જાણ ઇટાલિયન યુવતી દ્વારા વસ્ત્રાપુર પોલીસને કરાતા વસ્ત્રાપુર પોલીસે છેડતીનો ગુનો નોંધી વિદેશી યુવતીની શારીરિક પજવણી કરનાર યુવકની ધરપકડની કવાયત હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.