Crime/ મકાનમાલીકની દાગીના ભરેલી તીજોરી ચોરી કરી દાગીનાં વેચી જીવી રહ્યો હતો વૈભવી જીવન, ક્રાઈમબ્રાંચે કાર સહિત 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

મકાનમાલીકની દાગીના ભરેલી તીજોરી ચોરી કરી દાગીનાં વેચી જીવી રહ્યો હતો વૈભવી જીવન, ક્રાઈમબ્રાંચે કાર સહિત 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Ahmedabad Gujarat
womens day 20 મકાનમાલીકની દાગીના ભરેલી તીજોરી ચોરી કરી દાગીનાં વેચી જીવી રહ્યો હતો વૈભવી જીવન, ક્રાઈમબ્રાંચે કાર સહિત 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 
અમદાવાદનાં સરસપુર વિસ્તારમાં થોડા સમય પહેલા પ્રવિણભાઈ પરમાર નામનાં મકાનમાલીકનાં ઘરમાંથી ભાડુઆતે તેઓની તીજોરી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આરોપીની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નારોલ સર્કલ પાસેથી મુંબઈનાં મનીષ સથવારા નામના યુવકની ધરપકડ કરી છે. તેની 9.56 લાખથી વધુની કિંમતનાં સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને 8 લાખની ગાડી સહિત 17 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તીજોરીની વધુ તપાસ દરમિયાન ચાંદીની 3.25 લાખની કિંમતની 10 પાટો મળીને કુલ 21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ફરિયાદી પ્રવીણભાઈ પરમારના સરસપુર ખાતેના મકાનમાં તે ભાડેથી રહેતો હતો.  જે મકાનમાં એક રૂમમાં મકાનમાલિકે પોતાનો સામાન મુક્યો હતો અને તે રૂમ બંધ રાખ્યો હતો. કોરોના મહામારી અનુસંધાને લોકડાઉન દરમિયાન આરોપીની રેલવે કેટરિંગની નોકરી બંધ થઈ જતા તેણે પોતાના પરિવારને મહેસાણા ખાતે મોકલી દીધો હતો.  બાદમાં મકાન માલિકને જાણ કર્યા વિના જ પોતાના ઘરનો સામાન ફેરવતી વખતે માલિકના કબજાના રૂમમાં રાખેલ મકાનમાલિકની ચોરી ચોરી કરી લોડીંગ વાહનમાં મુકાવી ચોરી કરીને હાથીજણ ખાતે બીજા ઘરે રહેવા ગયો હતો. જે બાદ તિજોરીની નકલી ચાવી બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના કાઢ્યા હતા. મનીષ સથવારાએ ગુજરાત અને મુંબઈમાં જુદા જુદા સોનીને આશરે 70 તોલા સોનું અને ચાંદીની 28 પાટો સહિતનાં દાગીનાં આશરે 50 લાખથી વધુ રૂપિયામાં વેચી દીધી હતી. તેમ જ પોતાના સંબંધીને સાત હજાર રૂપિયામાં ચોરી કરેલી તિજોરી વેચી નાખી હતી. જે તિજોરીને તપાસ દરમિયાન કબજે કરી તિજોરીમાં ચોકસાઈ પૂર્વક ક્રાઈમબ્રાંચે તપાસ કરતા તિજોરીમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વધુ ચાંદીની 3.25 લાખની 10 પાટો મળી આવતા તેને કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીએ ચોરી કરેલા સોના ચાંદીના દાગીના વેચી મેળવેલા રૂપિયામાંથી 17 લાખ રૂપિયાના સોનાના નવા દાગીનાઓ બનાવડાવ્યા હતા. આ સિવાય પોતાના મિત્રના નામે 9 લાખ રૂપિયાની કાર રોકડે લીધી હતી, તેમજ એકટીવા, મોબાઈલ અને પોતાના ઘર માટે ફર્નિચર ટી.વી, વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો અને ઘરવખરીનો સામાન ખરીદ્યો હતો.  આ સિવાય આરોપીએ પોતાના પરિવાર સાથે ગોવા, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર તેમજ રાજસ્થાનના અજમેર ખાતે ફરવા ગયો હતો, જ્યાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

womens day 21 મકાનમાલીકની દાગીના ભરેલી તીજોરી ચોરી કરી દાગીનાં વેચી જીવી રહ્યો હતો વૈભવી જીવન, ક્રાઈમબ્રાંચે કાર સહિત 21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોતે નવા ખરીદી કરેલા દાગીનાઓ તેમજ ચોરી કરેલા દાગીનાઓમાંથી બાકી બચેલા દાગીના હિંમતનગર પોતાના પિતાના ઘરે મૂકવા જતો હતો ત્યારે ક્રાઈમબ્રાંચે તેને ઝડપી લીધો હતો.  પકડાયેલો આરોપી ચોરી કરેલા દાગીના વેચીને વૈભવી જીવનશૈલી જીવતો હતો.

અગાઉ પણ આરોપીએ દોઢ વર્ષ પહેલા મહેસાણામાં રાધનપુર ચોકડી ખાતે લેડીઝવેર કપડાનો વેપાર શરૂ કરી માલ ખરીદી કરી નાણાં નહીં ચૂકવી દુકાન બંધ કરી દીધી હતી.  તેમ જ રેલવેના ટીટીનો સંપર્ક કરી ટ્રેનમાં નાસ્તાનો ફેરો કરવા ભાગીદારીમાં વેપાર કરવા માટે રુપિયા લઈ વેપાર ધંધો નહીં કરી છેતરપિંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે. ક્રાઈમબ્રાંચે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.