Not Set/ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક HCના જજની કાર, સોશિયલ મીડિયામાં જજની કારના ફોટો થયા વાયરલ

અમદાવાદ બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક નિયંત્રણ પર ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને શહેરનું એડવાન્સ ટાઉન પ્લાનીંગ કરવાના નિર્દેશ આપ્યા હતાં. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં ટ્રાફિક નિયમન અંગે છેલ્લા અઠવાડિયા દરમિયાન જે કામગીરી કરી છે તેને બિરદાવી હતી. જોકે એમ પણ ટકોર કરી હતી કે આવી કામગીરી કાયમ માટે ચાલુ રાખવી પડશે. પંરતુ સોશિયલ મીડિયામાં હાઇકોર્ટના જજની કારના ફોટો […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos
658521 final aadhaar 5 નો પાર્કિંગ ઝોનમાં પાર્ક HCના જજની કાર, સોશિયલ મીડિયામાં જજની કારના ફોટો થયા વાયરલ

અમદાવાદ

બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક નિયંત્રણ પર ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને શહેરનું એડવાન્સ ટાઉન પ્લાનીંગ કરવાના નિર્દેશ આપ્યા હતાં. ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં ટ્રાફિક નિયમન અંગે છેલ્લા અઠવાડિયા દરમિયાન જે કામગીરી કરી છે તેને બિરદાવી હતી. જોકે એમ પણ ટકોર કરી હતી કે આવી કામગીરી કાયમ માટે ચાલુ રાખવી પડશે.

પંરતુ સોશિયલ મીડિયામાં હાઇકોર્ટના જજની કારના ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં નો પાર્કિંગ ઝોનમાં હાઇકોર્ટના જજની કાર પાર્ક થઇ રહેલી જોવા મળી રહી છે. આ ફોટોમાં જોધપુર ચાર રસ્તા પર જજની કાર જોવા મળી રહી છે. ક્યા જજની કાર છે જે ચર્ચા નો વિષય બન્યો છે.લોકોનું કહેવું છે કે પોલીસે કેમ જજ ની કારને દંડ ન ફટકાર્યો ?