Ahmedabad News/ દિવાળી ટાણે અમદાવાદમાં દારૂની હેરાફેરી પકડાઈ, 17.31 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

Ahmedabad Liquor Seized: અમદાવાદ પોલીસે દિવાળી ટાણે મણિનગર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

Gujarat Ahmedabad Breaking News
Ahmedabad Liquor Seized

Ahmedabad News: દિવાળીના તહેવારો ટાણે અમદાવાદ પોલીસે વિદેશી દારૂ(Ahmedabad Liquor Seized)નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી રાજસ્થાન બોર્ડરથી કાગડાપીઠમાં દારૂ ઠાલવવા નીકળેલી ક્રેટા કારનો ઝોન-6 LCB સ્ક્વોડે મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસે બે બુટલેગરને ઝડપી લઈ રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Ahmedabad Liquor Seized : બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી

તહેવારોને ધ્યાને રાખી શહેરમાં દારૂનું વેચાણ અટકાવવા ઠેર-ઠેર સઘન વાહન ચેકિંગ(Maninagar Police Chase) ચાલી રહ્યું છે. આ દરમિયાન શામળાજી બોર્ડરથી દારૂ ભરેલી કાર અમદાવાદમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી. શામળાજી બોર્ડરનો દારૂ(Shamlaji Border Liquor) ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હતો, જે લક્ઝૂરિયસ ક્રેટા કારમાં ભરીને કાગડાપીઠ વિસ્તારમાં ઉતારવાનો હતો. બાતમી મળતા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી વોચ ગોઠવી દેવામાં આવી હતી.

ફિલ્મી ઢબે કારને આંતરી લેવામાં આવી

બાતમી મુજબની ક્રેટા કાર મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી પસાર થતાં જ બે પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. ચાલકે કાર ઊભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. ઝોન-6 LCB સ્ક્વોડ(Zone 6 LCB Squad)ની ટીમે એક્ટિવા પર મણિનગરમાં પોલીસનો પીછો(Maninagar Police Chase) કરીને આગળ જઈ કારને આંતરી લીધી હતી. પોલીસે કારમાંથી સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો વાઘેલા (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ) અને ધ્રુવ ઉર્ફે ધુલિયો પરમાર (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ)ની ધરપકડ કરી હતી.

5 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ

ક્રેટા કારમાંથી દારૂ(Creta Car Liquor), બિયર અને કાર સહિત કુલ રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ વાહન ભગાવ્યું હતું, જેથી પોલીસકર્મીએ પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે દારૂ સપ્લાય કરનાર અને સ્થાનિક સ્તરે જથ્થો મંગાવનાર સહિત કુલ 5 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


આ પણ વાંચો: રાજકોટમાં RMC આવાસના ક્વાર્ટરમાંથી રૂ. 15.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ચાર શખ્સ પકડાયા

આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઇવે પરના ગોડાઉનમાંથી 19,522 વિદેશી દારૂની બોટલ જપ્ત, એકની ધરપકડ

આ પણ વાંચો: વડોદરા: કોટંબીના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 66,432 બોટલ જપ્ત, રૂ. 1.28 કરોડનો મુદ્દામાલ કબજે