Ahmedabad/ રાહુલ ગાંધીને મળી મોટી રાહત, મેટ્રોપોલિટન કોર્ટે સુનાવણીમાં હાજરી આપવાથી મળી મુક્તિ

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. જ્યાં હવે ADC બેન્ક કેસમાં કોર્ટમાં રાહુલ ગાંધીએ હાજર ન રહેવા માટે દાખલ કરેલી એક્ઝેમ્પશન અરજી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે માન્ય રાખી છે.

Ahmedabad Top Stories Gujarat
aa 21 રાહુલ ગાંધીને મળી મોટી રાહત, મેટ્રોપોલિટન કોર્ટે સુનાવણીમાં હાજરી આપવાથી મળી મુક્તિ

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. જ્યાં હવે ADC બેન્ક કેસમાં કોર્ટમાં રાહુલ ગાંધીએ હાજર ન રહેવા માટે દાખલ કરેલી એક્ઝેમ્પશન અરજી અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે માન્ય રાખી છે.

કોર્ટના આ નિર્ણય સાથે રાહુલ ગાંધીને હાજર રહેવાથી રાહત આપી છે. પરંતુ આ કેસમાં રાહુલ ગાંધીની જગ્યાએ તેમના એડવોકેટને મુદત દરમિયાન હાજર રહેવું પડશે.

આ પણ વાંચો : gujarat / સીંગતેલમાં ભડકો, માંગ વધતા ડબ્બે રૂ.350 જેટલો ભાવ વધારો…

શું છે આ કેસ ?

રાહુલ ગાંધી પર ચાલી રહેલા એક નજર કરીએ તો, વર્ષ 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર કરેલી ટિપ્પણી કરી હતી અને એમાં રાહુલ ગાંધીએ ADC બેંક પર કરોડો રૂપિયા ખોટી રીતે બદલી આપવાનો આક્ષેપ કર્યો હતો અને તેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સંડોવણીનો પણ આક્ષેપ કરાતા બેન્કના ચેરમેન અજય પટેલ દ્વારા રાહુલ ગાંધી સામે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરાઈ હતી.

આ પણ વાંચો :#Dhollywood / મહેશ-નરેશ કનોડિયાના નિધનના આઘાતથી તૂટી પડ્યા હિતુ કનોડિયા, કહ્યું, “સાથે જીવશું, સાથે મરશુ”

આ પહેલા કોર્ટે એડીસી બેન્ક કેસમાં 15 હજારના પર્સનલ બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજુર કર્યા હતા. ત્યારબાદ કેસની સુનાવણી દરમિયાન હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.