Ahmedabad/ ઉત્તરાયણના 2 દિવસોમાં કચરાનો થયો ઢગલો, AMCએ આટલા કિલો વેસ્ટ જથ્થો ભેગો કર્યો

ઉત્તરાયણ પત્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 561 કિલો ગ્રામ દોરી અને પતંગોનો વેસ્ટ ભેગો કર્યો છે. આ વર્ષે શહેરના ઉત્તર ઝોનમાંથી સૌથી વધારો કચરો ભેગો કરવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
a 228 ઉત્તરાયણના 2 દિવસોમાં કચરાનો થયો ઢગલો, AMCએ આટલા કિલો વેસ્ટ જથ્થો ભેગો કર્યો

14 અને 15 જાન્યુઆરી એમ બે દિવસ ઉત્તરાયણનો પર્વ બે દિવસ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. આ બંને દિવસોમાં સમગ્ર આકાશ રંગબેરંગી પતંગો અને વાતાવરણ લપેટ લપેટની બુમોથી ગુંજી ઉઠ્યું હતું. જો કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં દોરા અને પતંગ જમીન પર પડતાં હોય છે, તો તેમજ કેટલાક લોકો દ્વારા રસ્તા પર ફેંકવામાં આવે છે. જેને લઈને અમદાવાદમાં કચરાનો ઢગલો થયો છે.

ઉત્તરાયણ પત્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 561 કિલો ગ્રામ દોરી અને પતંગોનો વેસ્ટ ભેગો કર્યો છે. આ વર્ષે શહેરના ઉત્તર ઝોનમાંથી સૌથી વધારો કચરો ભેગો કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાંથી શહેરનો 50 ટકા જેટલો દોરી અને પતંગ વેસ્ટ મળી આવે છે. ઉત્તર ઝોનમાંથી 330 કિલોગ્રામ દોરીનો વેસ્ટ મળી આવ્યો છે.

બીજી બાજુ બીજા નંબર પર દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોન બંનેમાં અલગ અલગ 70 કિલો ગ્રામ વેસ્ટ મળી આવ્યો છે. મધ્ય ઝોનમાં 32 કિલો ગ્રામ પશ્ચિમ ઝોનમાં 25. 8 કિલોગ્રામ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 18 કિલોગ્રામ તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 કિલોગ્રામ દોરીનો વેસ્ટ મળી આવ્યો છે. આ તમામ વેસ્ટને જોતા સામે આવે છે કે, બે દિવસોમાં લોકો દ્વારા કેટલો કચરો કરવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો