Ahmedabad/ અમદાવાદમાં વ્યાજખોરોએ દંપતિની કીડની વેચી દેવાની આપી ધમકી અને પછી….

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ કોટિયા નામનાં વેપારીને અને તેમના પરિવારને નિવૃત પોલીસ અધિકારીનો પુત્ર પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને પરેશાન કરી રહ્યો છે.

Ahmedabad Gujarat
વ્યાજખોરોએ
  • વ્યાજખોરોએ કીડની વેચીને પૈસા વસૂલવાની આપી ધમકી
  • અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત
  • સ્પા સંચાલકે 4 વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ
  • સમગ્ર મામલે પોલીસ તપાસ શરુ

@વિશાલ મહેતા 

Ahmedabad News: થોડા સમય પહેલા રાજ્યભરમાં ગૃહ વિભાગના આદેશથી વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી કરીને અનેક વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. જોકે ફરી એક વાર વ્યાજખોરોએ માથુ ઉચક્યું હોય તેવી ઘટનાઓ સામે આવી છે.અમદાવાદનાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલકે 4 વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. વ્યાજે લીધેલા રૂપિયાની સામે ત્રણ ગણી રકમ ચુકવી દિધા બાદ પણ વ્યાજખોરોએ ફરિયાદીની ગાડી પડાવી અને કીડની વેચીને પૈસા વસૂલ કરવાની ધમકીઓ આપી વ્યાજખોરોએ બેહદ ત્રાસ ગુજારતા અંતે વેપારીએ પોલીસની મદદ માંગી છે.કોણ છે આ વ્યાજખોરો અને કઈ રીતે વેપારીને કર્યો બરબાદ.

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ કોટિયા નામનાં વેપારીને અને તેમના પરિવારને નિવૃત પોલીસ અધિકારીનો પુત્ર પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને પરેશાન કરી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે ફરીયાદી પામ્સ વેલનેસ હબ નામથી સ્પા મસાજને લગતી દુકાન ધરાવે છે. વર્ષ 2019માં તેઓને સ્પાના અન્ય ચુકવતા વનરાજસિંહ ચાવડાએ ફરિયાદીનીસેન્ટર શરૂ કરવા અને ધંધા માટે વધુ પૈસાની જરૂર હોવાથી હાર્દિક ત્રિપાઠી મારફતે વનરાજસિંહ ચાવડા સાથે મુલાકાત થઈ હતી, જેની પાસેથી 10 ટકા વ્યાજે 55 લાખ રૂપિયા તેઓએ લીધા હતા. જે સમયગાળા દરમિયાન હાર્દિક ત્રિપાઠીએ વિષ્ણુ ભાઈ નામનાં વ્યક્તિ પાસેથી લઈને રાજુભાઈને 65 લાખ રૂપિયા આપ્યા હતા. જે તમામ રકમ તેઓને વ્યાજ સાથે ચુકવી દિધી હોવા છતાં પણ અવારનવાર વ્યાજની ઉધરાણી કરવામાં આવતી હતી. છેલ્લાં ત્રણ મહિનાથી વેપારીની આર્થિક સ્થિતી સારી ન હોવાથી તેઓએ વ્યાજ ન  પત્નિની કાર પડાવી લીધી અને કિડની વેચીને પૈસા વસુલ કરવાની ધમકી આપી હતી.

મહત્વનું છે કે ફરિયાદી વેપારીની પત્નિને શારિરીક બિમારી હોય જેની સારવાર ચાલતી હોય છતાં પણ આરોપીઓના ત્રાસથી છુટવા માટે તેઓએ પોતાની જમીન અને મકાન તેમજ પત્નિના દાગીના વેંચીને દેવુ ચુકતે કર્યુ હતું. વધુમાં લોન લઈને અને ક્રેડિટ કાર્ડ થકી કરોડો રૂપિયા ચુકવી દિધા બાદ પણ આરોપીઓ દ્વારા સતત હેરાનગતી અને ધમકીઓ આપવામા આવતા ફરિયાદી આર્થિક રીતે ભાંગી પડતા હાલ ભાડાના ઘરમાં રહેવાનો વારો આવ્યો છે..

આ કેસમાં સેટેલાઈટ પોલીસે વનરાજસિંહ ચાવડા, કમલેશ પટેલ, હાર્દિક ત્રિપાઠી અને મનોજ ખત્રી એમક કુલ 4 વ્યાજખોરો સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી રાજુભાઈના ગ્રાહક મનોજ ખત્રી પાસેથી તેઓએ વર્ષ 2022 માં 10 ટકા વ્યાજે 45 લાખ રૂપિયા લીધા હતા, જે તમામ રકમ તેઓએ ચુકવી દિધી હોવા છતા પણ પૈસા અને વ્યાજ માંગી પોતાના ગેસ્ટ હાઉસમાં પુરીને મારવાની ધમકીઓ આપતો હતો. કમલેશ પટેલ પણ આરોપીઓ સાથે મળીને અવારનવાર ત્રાસ આપતા અંતે વેપારીએ આ મામલે પોલીસની મદદ માંગી છે.

આ કેસમાં સામેલ આરોપી વનરાજસિંહ કાકુભા ચાવડા નિવૃત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો પણ આક્ષેપ ફરિયાદીએ કર્યો છે, તેમજ આઈપીએસ અધિકારીઓ સાથે પોતાને ધરોબો હોવાથી કશુ બગાડી શકાશે નહી અને જામીન પર છુટીને હેરાન કરી નાખશે તેવી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે હાલ તો સેટેલાઈટ પોલીસે આ મામલે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યા બાદ તેઓની શોધખોળ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં વ્યાજખોરોએ દંપતિની કીડની વેચી દેવાની આપી ધમકી અને પછી....


 

આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ