Murder/ અમદાવાદના વૃદ્ધ દંપતીના ચકચારી હત્યાકેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓને પોલીસે MP થી ઝડપી પાડ્યા

અમદાવાદના બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યા  અને લૂંટના  પાંચેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના   ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી આ લોકોને ઝડપી પાડ્યા છે. હત્યા અને લૂંટ કર્યા બાદ આ આરોપીઓ તેમના વતન

Top Stories Gujarat
vrudhh dampati murder અમદાવાદના વૃદ્ધ દંપતીના ચકચારી હત્યાકેસનો ભેદ ઉકેલાયો, આરોપીઓને પોલીસે MP થી ઝડપી પાડ્યા

અમદાવાદના બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યા  અને લૂંટના  પાંચેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના   ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી આ લોકોને ઝડપી પાડ્યા છે. હત્યા અને લૂંટ કર્યા બાદ આ આરોપીઓ તેમના વતન ભાગી આવ્યા હતા. આજે એટલે મંગળવાર સુધીમાં આ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે. મહત્ત્વનું છે કે, પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. આ સાથે 70થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે. જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સામે આવ્યું હતુ. નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.

Rape / સુરતમાં 10 વર્ષની બાળકી પર રેપ કેસનું કોકડું ગૂંચવાયું, પોલીસની ભૂમિકા અંગે માતાના આક્ષેપ, જ્યારે પોલીસનો ઇનકાર

આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી ચારેય આરોપીને શોધી નાંખ્યા હતા. પોલીસે લૂંટનાં પૈસા તેમ જ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતા ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે.આ દંપતીના ઘરે જે રંગકામ માટે આવ્યો હતો તે માણસે આ ચારેય આરોપીઓને ચોરીની ટીપ આપી હતી. તેણે કહ્યું હતું કે, તેમનો છોકરો દુબઇ રહે છે એટલે એમના ઘરમાં રૂપિયા મળશે. આ ટીપ આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

Political / CM મમતા બેનર્જી કાલે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે , BJPનાં શુભેન્દુ અધિકારી સામે ટક્કર

 આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ 200થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા મળ્યું હતુ. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું હતુ. ચારેય આરોપી હત્યા-લૂંટ કેસમાં ચાર આરોપી ઓળખાયા ગયા હતા. અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા હતાં, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો હતો.જે બાદ પોલીસે તેમને મધ્યપ્રદેશના ગિઝોરા ગામમાંથી દબોચી લીધા છે.અમદાવાદના  વૃદ્ધ દંપતીના હત્યા કેસ બાદ સામે આવ્યું હતું કે 68 વર્ષીય અશોકભાઈ કરસનભાઈ પટેલ તથા તેમના પત્ની જ્યોત્સનાબહેન હેબતપુર થલતેજ રોડ પર આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝના બંગલા નં-2માં 15 વર્ષથી રહે છે. તેમનો પુત્ર હેતાર્થ થોડા વર્ષોથી પરિવાર સાથે દુબઈમાં રહે છે અને પુત્રી મેઘા પતિ સંજયભાઈ પટેલ સાથે પ્રગતિનગરના સિંદુર સ્પેસમાં રહે છે. સંજયભાઈના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 8.45ના સુમારે તેમના સસરા અશોકભાઈની પાડોશમાં રહેતા મનિષાબહેને તેમની પત્ની મેઘાને ફોન કરી તમારા મમ્મી-પપ્પાનું મર્ડર થયું છે તમે તાત્કાલિક આવી જાવ તેમ જણાવ્યું હતું. જેથી સંજયભાઈ, પત્ની મેઘાબહેન તથા પુત્ર ત્યાં પહોંચ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…