Not Set/ અ’વાદ:રાયપુર ફટાકડા બજારમાં કૌભાંડ, અંબિકા ક્રેકર્સની પોલીસ તંત્ર સાથે મિલીભગત હોવાની શંકા

અમદાવાદ, દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદ શહેરમાં ફટાકડાની દુકાનોના રાફડા ફાટ્યા છે. દુકાનોમાં સવલતોનો અભાવ જોવા મળે છે, ત્યારે મંતવ્ય ન્યુઝે અમદાવાદના રાયપુર વિસ્તારમાં ચાલતી ફટાકડા કારોબારના કિંગ કહેવાતા અંબિકા ક્રેકર્સની મુલાકાત કરી પરંતુ અંબિકા ક્રેકર્સને ખાલી રૂપિયા જ કમાવવામાં રસ હોય એમ પોતાનો ધંધો કોઈ પણ ફાયર સેફટીનો મુદ્દો હોય કે પછી લાયસન્સની બાબત હોય, […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 1 3 અ'વાદ:રાયપુર ફટાકડા બજારમાં કૌભાંડ, અંબિકા ક્રેકર્સની પોલીસ તંત્ર સાથે મિલીભગત હોવાની શંકા

અમદાવાદ,

દિવાળીના તહેવારને અનુલક્ષીને અમદાવાદ શહેરમાં ફટાકડાની દુકાનોના રાફડા ફાટ્યા છે. દુકાનોમાં સવલતોનો અભાવ જોવા મળે છે, ત્યારે મંતવ્ય ન્યુઝે અમદાવાદના રાયપુર વિસ્તારમાં ચાલતી ફટાકડા કારોબારના કિંગ કહેવાતા અંબિકા ક્રેકર્સની મુલાકાત કરી પરંતુ અંબિકા ક્રેકર્સને ખાલી રૂપિયા જ કમાવવામાં રસ હોય એમ પોતાનો ધંધો કોઈ પણ ફાયર સેફટીનો મુદ્દો હોય કે પછી લાયસન્સની બાબત હોય, કોઈ પણ સેફટી વગર રાયપુર જેવા ભરચક વિસ્તારમાં ચલાવી રહ્યા છે.

રાયપુર વિસ્તાર ભરચક વસતી ધરાવે છે. ઉપરાંત અહી પાર્ક થયેલા વાહનો, રસ્તાના ડાયવર્ઝન બધું જ એક જ જગ્યાએ ભેગું થયું હોય તેવું લાગે. આડેધડ પાર્ક કરાયેલા વાહનો અને તેની વચ્ચે વેચાતા ફટાકડા સલામતીની મજાક ઉડાડતા હોય તેવું લાગ્યું.

રાયપુર  વિસ્તારમાં આવેલી અંબિકા ક્રેકર્સ દુકાનમાં એક પણ નિયમોનું પાલન નથી થઇ રહ્યું, એક્સપ્લોઝિવ પ્રોડક્ટનો બિઝનેસ અને ફાયરની NOC વિના વેપાર કરવામાં આવી રહ્યો છે અને ફાયર બ્રિગેડની NOC ન હોવા છતાં પણ અંબિકા પાસે છે લાયસન્સ છે જે એક મોટો સવાલ ઉભો કરી રહ્યું છે. જેમ કે અંબિકા ક્રેકર્સની પોલીસ તંત્ર સાથે મિલીભગત  હોવાની શંકા લાગી રહી છે.