દુર્ઘટનામાં શ્રદ્ધાળુઓએ ગુમાવ્યો જીવ/ હરિદ્વારથી કેદારનાથ જતા ગુજરાતના ચાર લોકોના મોત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થયુ હતુ. જેના કાટમાળ નીચે કેદારનાથ જઈ રહેલી એક કાર કચડાઈ ગઇ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના ત્રણ સહિત કુલ પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Untitled 108 2 હરિદ્વારથી કેદારનાથ જતા ગુજરાતના ચાર લોકોના મોત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગથી એક દર્દનાક અકસ્માત થયો છે. શુક્રવારે અહીં ભૂસ્ખલનમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કાટમાળ રસ્તા પર પડ્યો હતો, જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. જ્યારે વહીવટીતંત્રને રોડ જામની માહિતી મળી, ત્યારે મોડી રાત્રે કાટમાળ હટાવવામાં આવ્યો, જેમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. જેમાં ત્રણ ગુજરાતીઓનાં મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

ગુરુવારે રાત્રે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂસ્ખલન થયુ હતુ. જેના કાટમાળ નીચે કેદારનાથ જઈ રહેલી એક કાર કચડાઈ ગઇ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના ત્રણ સહિત કુલ પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રૂદ્રપ્રયાગના ફાટા પાસે 10 ઓગસ્ટે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે રોડ પર કાટમાળ જમા થઈ ગયો હતો. વહીવટીતંત્રને તેની માહિતી ખૂબ મોડેથી મળી. જેના કારણે રાત્રે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પછી જ્યારે રોડ પરથી કાટમાળ હટાવવામાં આવ્યો ત્યારે એક કાર ક્ષતિગ્રસ્ત હાલતમાં કાટમાળ નીચે દટાયેલી જોવા મળી હતી, જેમાં 5 લોકો મુસાફરી કરી રહ્યા હતા. કારમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

કાટમાળમાં વાહન દટાયું હોવાની માહિતી મળતા મોડી રાત્રે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું

રુદ્રપ્રયાગમાં, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવરે જણાવ્યું હતું કે 10 ઓગસ્ટની સાંજે, ફાટા નજીક રસ્તાના ઉપરના ભાગમાંથી એક કાર ભારે ખડકો અને કાટમાળથી અથડાઈ હતી. કાટમાળમાં એક વાહન દટાયું હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ તહસીલદાર ઉખીમઠ ડીડીઆરએફ, એસડીઆરએફ, પોલીસની ટીમ સતત બચાવ કામગીરીમાં લાગી હતી.

મૃતકોની ઓળખ થઈ ગઈ છે

મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર એક ગુજરાતીની ઓળખ નીકળી છે જેમાં એક અમદાવાદના મણિનગરના રહેવાસી જીગર મોદી, દિવ્યેશ પારેખ સહીત 3 ગુજરાતીઓના કેદારનાથમાં ભૂસ્ખલનમાં મોત થયા છે. હરિદ્વારથી કેદારનાથ કાર લઇને જતા હતા ત્યારે કાર પર ભૂસ્ખલન થતાં પહાડ તૂટી પડ્યો હતો

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત