Not Set/ મોડ્યુલ ટેસ્ટ ફી બાબતે વિદ્યાર્થીઓનો વિરોધ, વિદ્યાર્થીઓનું ટોળુ કોલેજ પર પહોંચતા મામલો ગરમાયો

અમદાવાદ, અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષા દરમ્યાન વિરોધ કર્યો. મોડ્યુલ ટેસ્ટ ફી બાબતે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. એનએસયુઆઇ પાંખ સહીતના વિદ્યાર્થીઓનું ટોળુ કોલેજ પર પહોંચતા મામલો ગરમાયો. વિદ્યાર્થીઓના હોબાળો થતા કોલેજ સંચાલકોને પોલીસ બોલાવાની ફરજ પડી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે મોડ્યુઅલ ટેસ્ટ લેવાની જરૂરીયાત કોલેજોએ  હોતી નથી. કોલેજ સંચાલકો મોડ્યુઅલ ટેસ્ટના નામે ફી ની […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 179 મોડ્યુલ ટેસ્ટ ફી બાબતે વિદ્યાર્થીઓનો વિરોધ, વિદ્યાર્થીઓનું ટોળુ કોલેજ પર પહોંચતા મામલો ગરમાયો

અમદાવાદ,

અમદાવાદની સિલ્વર ઓક કોલેજમાં વિદ્યાર્થીઓએ ચાલુ પરીક્ષા દરમ્યાન વિરોધ કર્યો. મોડ્યુલ ટેસ્ટ ફી બાબતે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. એનએસયુઆઇ પાંખ સહીતના વિદ્યાર્થીઓનું ટોળુ કોલેજ પર પહોંચતા મામલો ગરમાયો.

વિદ્યાર્થીઓના હોબાળો થતા કોલેજ સંચાલકોને પોલીસ બોલાવાની ફરજ પડી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે મોડ્યુઅલ ટેસ્ટ લેવાની જરૂરીયાત કોલેજોએ  હોતી નથી. કોલેજ સંચાલકો મોડ્યુઅલ ટેસ્ટના નામે ફી ની વસુલાત કરે છે.

જ્યારે કોલેજ સંચાલકોનું કહેવુ છે કે, વિદ્યાર્થી પાંખ દ્વારા કોલેજ પર ખોટી રીતે દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે. મોડ્યુઅલ ટેસ્ટ લેવાથી વિદ્યાર્થીઓના પરિણમમાં સુધારો લાવી શકાય છે.