Not Set/ અમદાવાદ સ્વામી નિત્યાનંદ આશ્રમ/ બંને ગુમસુદા યુવતી નિત્યાનંદિતા અને લોપામુદ્રાએ સાથે કર્યું ફેસબુક લાઇવ, જાણો કોની પર શું આક્ષેપ મુક્યા..?

અમદાવાદ વિવાદિત સ્વામી નિત્યાનંદ આશ્રમની ઘટનામાં નવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં બંને ગુમસુદા યુવતીઓ દ્વારા સાથે જ ફેસબુક પર લાઈવ વિડીયો મુકવામાં આવ્યો છે. આ વિડીયોમાં બંને ગુમસુદા યુવતી સાથે દેખાઈ રહી છે. આ વિડીયોમાં બંને યુવતીએ તેમના પિતા જનાર્દન શર્મા અને પોલીસ પર સંગીન આરોપ મુક્યા છે. તેણીની કહી રહી છે કે, […]

Top Stories
lopa nitya અમદાવાદ સ્વામી નિત્યાનંદ આશ્રમ/ બંને ગુમસુદા યુવતી નિત્યાનંદિતા અને લોપામુદ્રાએ સાથે કર્યું ફેસબુક લાઇવ, જાણો કોની પર શું આક્ષેપ મુક્યા..?

અમદાવાદ વિવાદિત સ્વામી નિત્યાનંદ આશ્રમની ઘટનામાં નવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં બંને ગુમસુદા યુવતીઓ દ્વારા સાથે જ ફેસબુક પર લાઈવ વિડીયો મુકવામાં આવ્યો છે. આ વિડીયોમાં બંને ગુમસુદા યુવતી સાથે દેખાઈ રહી છે.

આ વિડીયોમાં બંને યુવતીએ તેમના પિતા જનાર્દન શર્મા અને પોલીસ પર સંગીન આરોપ મુક્યા છે. તેણીની કહી રહી છે કે, સ્વામી વિરુદ્ધ મારા પિતા ષડ્યંત્ર રચી રહ્યા છે, મારા પિતા જનાર્દનને સ્વામીજીએ નવી જિંદગી આપી છે. સ્વામીજીના ઉપકારો હવે મારા પિતા ભૂલી ગયા છે. મારા પિતા જ અમને નિત્યાનંદ આશ્રમમાં લાવ્યા હતા. 2 વર્ષ રાહ જોયા બાદ અમે આશ્રમ સાથે જોડાયા હતા.

1 નવેમ્બરે મારા પિતાનો અમારા પર ફોન આવ્યો હતો. અને સ્વામીજી પર બળાત્કારનો આરોપ મૂકવા કહ્યું હતું. પિતા જનાર્દન દ્વારા બળાત્કારનું ષડ્યંત્ર રચવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. કયા પિતા પોતાની દિકરીને આમ કરવાનું કહેશે ? દબાણ બાદ મારા પિતા સતત મને ધમકીઓ આપી રહ્યા છે. પિતા દ્વારા અમારો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિવાદને કારણે અમે હવે આશ્રમ સાથે જોડાયેલા નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી આશ્રમથી દુર રહીશું.

લોપામુદ્રા- નિત્યાનંદિતાના પોલીસ પર સીધા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, પોલીસ બંને સંચાલિકાઓને હેરાન કરી રહી છે. ઇન્ટ્રોગેશનના નામે ફિઝીકલી ટોર્ચરનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. બંનેને પોલીસે ચાર-દિવસ સુધી ખાવા-પીવાનું આપ્યું નથી. પોલીસે પગ લથડ્યા નહીં, ત્યાં સુધી બંનેને ઉભા રાખ્યા હતા. સતત ચાર દિવસ સુધી આશ્રમમાં પોલીસનું ટોર્ચર ચાલુ હતું. બે મહિલા પોલીસે સંચાલિકાઓને રૂમ બહાર ઢસડી  હતી. પોલીસે કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. ન્યાયની જરૂરિયાત અમને છે.

મારા પિતા અને પોલીસને સીધો જ પડકાર છે. લાઇવ ઈન્ટરવ્યુમાં પોલીસ અને કોર્ટના બધા જ સવાલોના   જવાબ આપીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.