Not Set/ અમદાવાદ: પોલીસ પર હુમલાના બનાવો વધ્યા, જેલ કેદીના મિત્રએ કર્યો હોસ્પિટલમાં હુમલો

અમદાવાદ શહેર પોલીસ પર હુમલાના બનાવો વધતા લોકોની સુરક્ષા કરતા પોલીસને પણ હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. સાબરમતી જેલમાંથી 7  જેટલા જેલના કેદીઓને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન આરોપીના મિત્ર દ્વારા આરોપીને પાન-મસાલા આપતા કેદી જાપ્તામાં ફરજ બજાવનાર પી.આઈ. આર.પી.ડાભીએ આવી કોઈ ચીજ વસ્તુ આરોપીને ન આપવાનું કહેતા તેના […]

Top Stories Gujarat Trending
gir 14 અમદાવાદ: પોલીસ પર હુમલાના બનાવો વધ્યા, જેલ કેદીના મિત્રએ કર્યો હોસ્પિટલમાં હુમલો

અમદાવાદ

શહેર પોલીસ પર હુમલાના બનાવો વધતા લોકોની સુરક્ષા કરતા પોલીસને પણ હવે સુરક્ષા લેવાની જરૂરિયાત ઉભી થઈ છે. સાબરમતી જેલમાંથી 7  જેટલા જેલના કેદીઓને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

તે દરમિયાન આરોપીના મિત્ર દ્વારા આરોપીને પાન-મસાલા આપતા કેદી જાપ્તામાં ફરજ બજાવનાર પી.આઈ. આર.પી.ડાભીએ આવી કોઈ ચીજ વસ્તુ આરોપીને ન આપવાનું કહેતા તેના મિત્ર દ્વારા પોલીસ કર્મી સાથે બોલીચાલી થઈ હતી.

બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીના મિત્રએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ પોલીસ કર્મીની વર્ધી પણ ફાડી નાખી હતી.જે મામલે પોલીસ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા હુમલા કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.